ડુંગળીના ભાવમાં 20 થી 25 રૂપિયાનો વધારો, પાક નિષ્ફળ જતા ભાવ 600 થી 700 થઇ શકે છે

onian
onian

રાજકોટ જીલલામાં ભારે વરસાદને કારણે ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે અમુક પાક બગડી જતા ભાવમાં ભારે વધારો થયો છે. ત્યારે રાજકોટમાં એક કિલો ડુંગળીના ભાવ 50 રૂપિયાએ પહોંચ્યા છે. ત્યારે છેલ્લા 15 દિવસમાં ડુંગળીના ભાવમાં 20થી 25 રૂપિયાનો વધારો થયો છે.

ડુંગળીના વેપારીઓ જણાવે છે ફરી ડુંગળીના ભાવ 600 થી 700 થઇ શકે છે કેમ કે નાસિકમાં સારી ગુણવતાવાળી ડુંગળીના ભાવ 700 ઉપર બોલાય હતા તે જોતા ગુજરાતમાં પણ સારી ગુણવત્તાવાળી ડુંગળીના 600 થી 700 ની વચ્ચે બોલાઈ શકે છે

ડુંગળીના ભાવ પણ વધી શકે છે. ત્યારે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં પણ વધારો થવાની ધારણા છે. દેશની રાજધાની દિલ્હીમાં ડુંગળીનો ભાવ 55 થી 60 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે જે ગયા સપ્તાહે 35 રૂપિયા હતો. જ્યારે ડુંગળીનો જથ્થાબંધ ભાવ એક સપ્તાહમાં રૂ .25 થી રૂ .35 સુધી પહોંચી ગયો છે. જો નિષ્ણાતોનું માનવું હોય તો, આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, તે પછી પણ ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે.

Read More