અક્ષય તૃતીયા પર સસ્તુ સોનું ખરીદવાની તક, સોના અને ચાંદીના બંનેના ભાવ ઘટ્યા, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

golds
golds

જો તમે અક્ષય તૃતીયા પર પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ તમારા માટે એક સારી તક છે. ભારતીય બુલિયન માર્કેટમાં આજે સોના ચાંદીના ભાવ પણ નીચે આવી ગયા છે. ત્યારે મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં આજે સવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.ત્યારે આજે ચાંદીનો ભાવ પણ નીચે થઈ ગયો છે. એમસીએક્સ પર સોનાનો વાયદો 0.7% ઘટીને રૂ. 47,918 પર પ્રતિ 10 ગ્રામ, જ્યારે ચાંદી 0.25% ઘટીને 71,364 પ્રતિ કિલો થઈ ગઈ છે.

રેકોર્ડ સ્તર કરતા પણ સસ્તું
જો જોવામાં આવે તો સોનાનો ભાવ હજી પણ રેકોર્ડ લેવલ કરતા ઓછો છે. નિષ્ણાંતોનું માનવું છે કે સોનાના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે. ઓગસ્ટ 2020 માં, સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 56,200 ની વિક્રમી સપાટીએ પહોંચી ગયા. આ ફરી એક વખત લગ્નની સિઝનમાં 10 ગ્રામ દીઠ 52,000 સુધી થઈ શકે છે.

Read More