ખેડુતો માટે 4000 રૂપિયા મેળવવાની તક! 30 જૂન સુધીમાંઆ યોજનામાં કરો અરજી !

farmewr
farmewr

થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 8 મોં હપ્તો 9.5 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો છે.ત્યારે 8 માં હપ્તા હેઠળ લાભાર્થી ખેડુતોને 2000 રૂપિયાની રકમ આપવામાં આવી છે, અને આ રીતે સરકારે કુલ 20 હજાર કરોડ ખેડુતોને આપ્યા છે.

ઘણા એવા પણ ખેડુતો છે કે જેમને આ યોજના હેઠળ રજિસ્ટર ન કરાવ્યા હોવાથી તેમને આ રકમ મળી નથી. ટાયરે હવે આવા ખેડુતો માટે ખુશખબર એ છે કે જો તેઓ 30 જૂન સુધીમાં તેમની નોંધણી કરાવે અને તે મંજૂર થઈ જાય, તો એપ્રિલ-જુલાઇનો હપતો જુલાઈમાં મળી જશે અને ઓગસ્ટના નવા હપતા પણ ખાતામાં આવશે.

ત્યારે કોઈ નવો ખેડૂત આ યોજનામાં પોતાને નોંધણી કરાવે અને સરકાર સતત 2 હપ્તાના નાણાં પાસ કરે તો તે ખેડૂતને બમણો લાભ મળશે. કારણ કે જો 30 જૂન પહેલા અરજી કરવામાં આવે તો, એપ્રિલ-જુલાઈનો હપતો જુલાઈમાં મળી જશે અને ઓગસ્ટની નવી હપતા પણ ખાતામાં આવશે. આનો અર્થ એ કે આ વર્ષના બે હપ્તા ધ્યાનમાં લેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના પ્રમાણે સરકાર વર્ષમાં ત્રણ વખત 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. એટલે કે, એક વર્ષમાં કુલ 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ઉમેરવામાં આવે છે. આ યોજના 2019 ના વચગાળાના બજેટમાં શરૂ કરવામાં આવી હતી, પ્રથમ હપ્તા ડિસેમ્બર 2018 થી ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ યોજના અંતર્ગત આજદિન સુધીમાં 1.15 લાખ કરોડ રૂપિયા ખેડૂત પરિવારોને મોકલવામાં આવ્યા છે.

તમારા ખાતામાં પૈસા મળતા નથી, તો તમે તેના વિશે ફરિયાદ કરી શકો છો, આ હેલ્પલાઈન નંબર માટે ઇમેઇલ આઈડી પર પણ જારી કરવામાં આવી છે.

પીએમ કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
પીએમ કિસાન હેલ્પલાઈન નંબર: 155261
પીએમ કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011—23381092, 23382401
પીએમ કિસાનની નવી હેલ્પલાઈન: 011-24300606
પીએમ કિસાનની બીજી હેલ્પલાઈન છે: 0120-6025109
ઇમેઇલ આઈડી: pmkisan-ict@gov.in

Read more