પાટીદાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા બની શકે છે ગુજરાતના નવા મુખ્યમંત્રી, જાણો કેવી રીતે

manshukh1
manshukh1

ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણીએ રાજીનામું આપ્યું છે. મુખ્યમંત્રી રૂપાણી પોતાના મંત્રી મંડળ સાથે રાજ્યપાલની મુલાકાતે ગયા હતા. ત્યારે આ મુલાકાત સમાપ્ત કરી અને તેઓ પરત આવ્યા છે.ત્યારે આ મુલાકાત પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અકિલા ન્યૂઝ પેપરને પોતે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. ત્યારે ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​સવારે અમદાવાદમાં સરદારધામ ભવનનું ઉદ્ઘાટન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યું હતું.ત્યારે આ સાથે જ વડાપ્રધાન મોદીએ સરદારધામ ફેઝ -2 ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન કર્યું ત્યારે આ પ્રસંગે પ્રધાનમંત્રીને સંબોધતા તેમણે જણાવ્યું કે કોઇપણ શુભ કાર્ય પહેલા ગણેશ પૂજાની પરંપરા છે

ત્યાર સદભાગ્યે ગણેશ ઉત્સવના પવિત્ર તહેવાર નિમિત્તે સરદારધામ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.ત્યારે પાટીદાર સમાજે હંમેશા વેપાર ક્ષેત્રે દેશને નવી ઓળખ આપી છે. આ ઘટના બાદ રૂપાણી સીધા રાજભવન ગયા અને રાજીનામું આપ્યું તે સ્પષ્ટ સંકેત છે કે નવા મુખ્યમંત્રી પાટીદાર બની શકે છે.

મનસુખ માંડવિયા એક કુનેહપૂર્ણ પાટીદાર નેતા છે અને સૌથી અગત્યનું, તેઓ વડાપ્રધાન મોદી તેમજ ભાજપના ચાણક્ય અમિત શાહના નજીકના છે. ત્યારે કોરોનાં રોગચાળા દરમિયાન ગુજરાત ભાજપ સરકારની છબી ખરાબ ન થાય તે માટે માંડવિયાએ ઘણું કામ કર્યું છે ત્યારે તેઓ પાટીદાર સમાજના બંને વિભાગો- કડવા અને લેઉંઆમાં સારી પકડ ધરાવે છે. માંડવિયા એક પ્રામાણિક નેતાની છબી ધરાવે છે અને સમાજના અન્ય વર્ગોમાં પણ લોકપ્રિય છે.

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાજીનામા પછી શું થશે. ત્યારે કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ પાટીદાર નેતા પરસોતમ રૂપાલાએ જણાવ્યું છે કે કાલે સવાર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ત્યારે આજે સવારે સરદારધામ ખાતે યોજાયેલા કાર્યક્રમ બાદ પાટીદાર ગુજરાતના નવા મુખ્યમંત્રી બનશે તે લગભગ નિશ્ચિત છે. વિશ્વસનીય સૂત્રો ત્યાં સુધી કહ્યું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના આગામી મુખ્યમંત્રી બનશે. આ સિવાય પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝાડફિયા અને પરસોત્તમ રૂપાલાના નામની પણ ચર્ચા થઈ રહી છે.

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ સીઆર પાટીલ આગામી વિધાનસભા ચૂંટણીમાં 150+ બેઠકો જીતવાના ભાજપના લક્ષ્ય પર આગળ વધી રહ્યા છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ એક સપનું છે કે ભાજપ ગુજરાતમાં 150 થી વધુ બેઠકો જીતીને નવો વિક્રમ બનાવે.ત્યારે આ સપનું સાકાર કરવા માટે ભાજપને આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજની સખત જરૂર પડશે. ત્યારે હાલમાં એવા સંકેતો મળી રહ્યા છે કે પાટીદાર સમાજ ભાજપથી ખૂબ નારાજ છે.

Read more