રાજકોટની હોસ્પિટલમાં લાગેલી આગમાં એક કર્મચારી બન્યો મસીહા,સાત દર્દીને વારાફરતી ખભે બેસાડી અગાશી પર લઈ ગયો

rajkot 1
rajkot 1

રાજકોટના આનંદ બંગલા ચોક પાસે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાતનાં આગમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ 33 કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. બચાવવામાં આવેલા અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ મામલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું, ‘આ ખૂબ દુખદ ઘટના છે. મુખ્યમંત્રી સતત અમારી સાથે સંપર્કમાં છે. ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, જેની જવાબદાર છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Loading...

પ્રાથમિક ધારણા છે કે આગ હોસ્પિટલના બીજા માળે મશીનરીમાં શોટ સર્કિટના કારણે લાગી હતી.આઈસીયુ વોર્ડમાં 11 દર્દીઓમાંથી 5 દર્દીઓને બચાવવામાં આવ્યા હતા જ્યારે 6 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને સપ્ટેમ્બરથી મંજૂરી આપવામાં આવી હતી.હોસ્પિટલના સંચાલક પાસે ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ અને ફાયર એનઓસી સહિતના તમામ જરૂરી દસ્તાવેજો હોવાનો દાવો છે,મુખ્યમંત્રી વિજય રૂપાણીને માહિતી મળી.બેદરકારી દાખવનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે – મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલ,હોસ્પિટલે એનઓસી લીધી છે – મ્યુ. કમિશનર,એક્ઝિટગેટની તપાસ કરવામાં આવશે – મ્યુ. કમિશનર ..

રાજકોટના આનંદ બંગલા ચોક પાસે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાતનાં આગમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ 33 કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આગ દરમિયાન, એક કર્મચારી બીમારનો મસીહા બન્યો. ઉદય કોવિડ હોસ્પિટલમાં ફરજ પરના કર્મચારી અજય વાઘેલાએ બહાદુર કામગીરી કરી હતી. ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે આગ લાગતા હોસ્પિટલના કર્મચારી અજય વાઘેલાએ કોવિડના સાત દર્દીઓને તેમના ખભા ઉપર બેસાડી સાથે છત પર લઇ ગયા હતા.

Read More