પાટીલ તેરી ગુંડાશાહી નહીં ચલેગી’ રાજકોટમાં ‘આપ’ના કાર્યકરોએ સુત્રોચ્ચાર કર્યા

aapas
aapas

સુરત મહાનગર પાલિકામાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરોએ સુરત મહાનગર પાલિકાના બજેટની સામાન્ય સભા ઓનલાઈન રાખતા જેનો વિરોધ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો. વિરોધ કરતી વખતે કોર્પોરેટરની અટકાયત કરવામાં આવી હતી. જેના પડઘા રાજકોટમાં પડ્યા છે. રાજકોટમાં આમ આદમી પાર્ટીએ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલના બેનર સાથે મેદાનમાં ઉતાર્યા હતા.પાટિલના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેમાં કાર્યકરોએ પાટીલ તેરી ગુંડાશાહી નહી ચલેગી નહીં ચલેગી જેવા નારા લગાવ્યા હતા.

આ મામલે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું હતું કે સંસદ અને ગુજરાત વિધાનસભા ઓફલાઇન ચાલે છે. ધારાસભ્યો અને સાંસદો લોકોના પ્રશ્નો માટે વિધાનસભા અને સંસદમાં ચર્ચા કરી રહ્યા છે પણ શાસકોએ સુરત મહાનગરપાલિકાના આવા મહત્વના બજેટની સામાન્ય સભાને ઓનલાઇન રાખી છે. જેનો વિરોધ પક્ષ દ્વારા આક્રમક વિરોધ કરવામાં આવ્યો છે. મહાસભામાં વિપક્ષની ભૂમિકા મહત્વપૂર્ણ છે. જેનો આજે શાસક પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેઓ પાટીલના ફોટા સાથેનું બેનર લઇ પાટિલની તેમની સરમુખત્યારશાહી ટકશે નહીં, ઇન્કિલાબ જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. આ એક જ્વલંત વિરોધ બને તે અગાઉ પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.

Read More