સુરતની સૌથી નાની ઉંમરની કોર્પોરેટર બની AAPની પાયલ સાકરિયા, જાણો તેમની પાસે કેટલી સંપત્તિ છે

payalsakariya
payalsakariya

પાયલની સંપત્તિ ફક્ત 1.42 લાખ રૂપિયા છે પાયલ કિશોરભાઇ સાકરીયા વોર્ડ નંબર 16 થી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. અને તેઓ માત્ર 22 વર્ષના છે. તે સુરત શહેરના સૌથી યુવા ઉમેદવાર હતા. પાયલ સાકરીયા સાથે પુણે વેસ્ટ વોર્ડ નંબર 16 થી આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. અને પાયલ પુણે વિસ્તારમાં સકાર્તા સોસાયટીમાં તેના પરિવાર સાથે રહે છે અને ધોરણ 12 સુધી અભ્યાસ કરેલ છે, જ્યારે તેની પાસે સંપત્તિમાં માત્ર 92 હજાર રૂપિયા અને 50 હજારના દાગીના છે.

Loading...

રાજ્યમાં તમામ 6 પાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે.ત્યારે ડાયમંડ સિટી સુરતનાં પરિણામોએ બધાને ચોંકાવી દીધા છે અને તેમાં ખાસ કરીને કોંગ્રેસ માટે જોરદાર જાતકો લાગ્ય છે. અહીં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે અને આશ્ચર્યજનક રીતે આમ આદમી પાર્ટી (આપ) ગુજરાતમાં પ્રવેશી છે.ત્યારે આમઆદમી પાર્ટીએ 27 બેઠકો જીતી છે, જેમાં સૌથી ઓછી વયના, 22 વર્ષિય પાયલ સાકરીયા, વોર્ડ નંબર 16 માં કોર્પોરેટર બન્યા છે. પાયલ સાકરીયાએ તેમના ભાજપના હરીફને 9669 મતોના અંતરથી હરાવ્યો હતો

જેમાં વિજેતા ઉમેદવારોમાં સુરતના વોર્ડ નંબર 16 માંથી ફક્ત 22 વર્ષિય પાયલ જ હતી. સુરત મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારોની ખુશી કાર્યકરોના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કેક કાપીને વિજયની ઉજવણી કરી હતી,

પાયલ સાકરીયા પોતાના સોસાયટીમાં પહોંચ્યા ત્યારે તેને ફૂલોથી વધાવી લેવામાં આવ્યા હતા. તેમના સ્વાગત માટે સમાજના લોકો અને પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પાલિકાની ચૂંટણીઓ જીત્યા બાદ સોસાયટીમાં પહોંચેલી પાયલ સાકરીયાએ પરિવારના વડીલોનો આશીર્વાદ લીધો હતો. પરિવારે તેમને મીઠાઇ આપીને શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે પિયલ સાકરીયાએ જણાવ્યું હતું કે હું મારા વિસ્તારમાં ખૂબ જ સારું કામ કરીશ.

Read More