ગોંડલમાં 2 ઇંચ, જસદણ અને આટકોટમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ,મગફળીના પાથરા પલળી જતા નુકસાન

gondali nadi
gondali nadi

ગોંડલ તથા ગ્રામ્ય વિસ્તાર જસદણ અને આટકોટ જિલ્લામાં ગરમી અને ગરમ હવામાનને કારણે લોકોએ આજે ​​આખો દિવસ “ત્રાહિમામ” થયા હતા ત્યારે બપોરે આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. કપાસ અને મગફળી સહિતના પાકને નુકસાન થયું છે. ખેડૂતોએ લીધેલી મગફળીની પલળી જવાને કારણે નુકસાન થયું છે.

રાજકોટ જિલ્લામાં ગોંડલ, જસદણ અને આટકોટમાં ભારે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો છે. ત્યારે હાલમાં ગોંડલમાં 2 ઇંચ વરસાદ પડી ગયો છે. જેને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યાં છે ત્યારે વરસાદ બાદ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. રાજકોટ શહેર અને સરધારમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. આથી મેઘરાજાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.

Read More