ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના ખેતરમાં પડેલી મગફળી પલળી,ખેડૂતોને ભારે નુકશાન

varsad1
varsad1

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં વેલમાર્ક પ્રેશર દબાણયુક્તના કારણે ભારે વરસાદ થવાની સંભાવના છે. વરસાદની આગાહી વચ્ચે રાજ્યના તમામ બંદરો પર સિગ્નલ નંબર 3 લગાવવામાં આવ્યું છે. આગામી 24 કલાકમાં, વેલમાર્ક લો પ્રેશર એક ડિપ્રેશનમાં ફેરવાશે, જેનાથી સમુદ્ર ગાંડો તુર થઈ શકે છે અને માછીમારોને દરિયાઓ ખેડ ન કરવા સૂચના આપવામાં આવી છે.

Loading...

રાજકોટ-ગોંડલ હાઈવે પર ગોંડલના ભુણાવા, હડમતળા અને ભરૂડી ગામે ભારે પવન ફૂંકાતા ધૂળ ઉડી હતી બાદમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ભારે વરસાદથી ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મગફળીની મોસમ પૂરજોશમાં ચાલુ હોવાથી વરસાદ પડતાની સાથે જ ખેડૂતોને પડતા પર પાટા જેવી સ્થિતિ છે.

Read More