મગફળી ઝીણીના વિક્રમજનક ૧ર૧૦ રૂ.ના ભાવે સોદા પડયા! ટેકાના ભાવ કરતા વધારે

magfali
magfali

આ વર્ષે રાજ્ય સરકારે મગફળીના ટેકાના ભાવ રૂ. 1055 જાહેર કર્યું છે. ઘણા ખેડુતો રૂપિયામોડા ચુકવણીને લીધે ઓછા ભાવ મળે તો પણ ખુલ્લા બજારમાં મગફળીનું વેચાણ કરે છે. જો કે, ખુલ્લા બજારમાં મગફળીના ટેકાના ભાવ કરતા વધારે ભાવ મળતાં ખેડુતો ખુશ છે.

Loading...

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે શ્રેષ્ઠ ગુણવત્તાની મગફળીના ભાવ રૂ. 1,050 થી 1,100 પર પહોંચ્યા હતા . છેલ્લાં ચાર-પાંચ દિવસમાં મગફળીની ઘણી આવક સાથે ભાવમાં પણ સતત વધારો થયો છે. મગફળીનો ભાવ પ્રતિ મણ રૂ .20 થી રૂ .50 વધ્યો છે. ચીનની ખરીદી કરવા પાછળ મગફળીના ભાવમાં વધારો થયો હોવાનું વેપાર સૂત્રોએ જણાવ્યું હતું.

રાજકોટ માર્કેટયાર્ડમાં આજે 3500 ગુણી મગફળી અને સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 2.5 લાખ ગુણી જથ્થો મળ્યો હતો. મગફળીના વિક્રમ ભાવે રૂ. 1,200 થી રૂ. 1210 સાત વર્ષ પહેલા મગફળીનો ભાવ રૂ .1,200 થી 1,500 હતો.

Read More