પેટ્રોલ નિકાસકાર દેશો ઓપેક વચ્ચે ઉત્પાદન વધારવાના કરારને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે ઓપેક અને સહયોગીઓ 1 ઓક્ટોબરથી દરરોજ 400,000 બેરલ તેલનું ઉત્પાદન વધારવાની અગાઉની યોજના પર સહમત થયા હતા.
તેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થઇ શકે છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઘટવાની ધારણા છે. ક્રૂડ ઓઇલ ડબ્લ્યુટીઆઇના વાયદા પ્રમાણે ભાવ ગુરુવારે સાંજે 0.57 ટકા અથવા $ 0.39 વધીને $ 68.98 પ્રતિ બેરલ અને બ્રેન્ટ તેલ 0.64 ટકા અથવા 0.46 ડોલર વધીને 72.05 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થયા હતા.
ગુરુવારે દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 101.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 88.77 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. ત્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.39 રૂપિયા પ્રતિ લીટર છે ત્યારે ડીઝલ 96.33 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. ચેન્નઈની વાત કરીએ તો અહીં પેટ્રોલ 99.08 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 93.38 રૂપિયા પ્રતિ લીટર પર ઉપલબ્ધ છે. કોલકાતામાં ગુરુવારે પેટ્રોલ 101.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.84 રૂપિયા પ્રતિ લીટર પર ઉપલબ્ધ છે.
Read More
- બજરંગ બલિની કૃપાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ખુલશે, ઘર ધનથી ભરાઈ જશે…
- 24 કલાકમાં બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય, શુક્રની કૃપાથી થશે મોટો આર્થિક લાભ
- 5-સીટર CNG છોડો, આ છે સૌથી સસ્તી 7-સીટર CNG કાર, માઇલેજ પણ છે ધમાકેદાર
- 1 જૂનથી બેંકો, ITR સહિત ઘણા નિયમો બદલાશે, કરોડો ગ્રાહકોને થશે અસર
- આ ત્રણ રાશિઓનું ભાગ્ય માં ખોડિયારની કૃપાથી ચમકશે, આ ત્રણ રાશિઓ બનશે ધનવાન…