‘રાત ગઈ બાત ગઈ’ ચૂંટણી પુરી થતા જ પોલીસે રંગ બદલ્યો,માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસૂલી ચાલુ

maskdand
maskdand

કોરોના સંક્રમણને અટકાવવા માટે નિયમોનું પાલન કરવા માટે 1000નો દંડ લાદવામાં આવેલા જંગી દંડના મુદ્દા પર ચર્ચા થઈ હતી. હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પોલીસ ફરીથી માસ્ક નહીં પહેનાર પાસેથી દંડ વસૂલવાની તૈયારી કરી રહી છે. જે પોલીસ મતદાન અને મતગણતરીના દિવસે કેસ દાખલ કરશે કે દંડ કરશે નહીં તે આગામી સોમવારથી સંપૂર્ણ સ્ વસુલાત કરશે.

Loading...

ચૂંટણી પુરી થતાં જ શહેર પોલીસે તેમનો સાચો ચહેરો બતાવવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે રાજકીય પક્ષો તેમજ નેતાઓને ખુશ કરવા માટે અમદાવાદ પોલીસે ચૂંટણીના દિવસે માસ્ક વિના ફક્ત ચાર લોકોને દંડ ફટકાર્યો હતો.પણ ચૂંટણી બાદ બીજા દિવસે 63 લોકોને માસ્ક વિના ઝડપ્યા હતા. પોલીસે તેની પાસેથી રૂ .63 હજારનો દંડ વસૂલ કર્યો હતો.

પોલીસ અધિકારી સૂત્રોએ જણાવ્યું કે લોકો માસ્ક પહેરવામાં વધુ બેદરકારી દાખવી રહ્યા છે. ત્યારે આ સંજોગોમાં, માસ્ક અને જાહેરમાં થૂંકવાના તેમજ સામાજીક અંતરને લાગુ કરવાના કિસ્સામાં બીજા દિવસે પોલીસ કડક કાર્યવાહી શરૂ કરી શકે છે.

ચૂંટણીને કારણે લોકોના ટોળા ઉમટ્યા હતા અને મોટી રેલીઓ થઈ રહી હતી. જેમાં લોકોએ સામાજિક અંતર, માસ્ક તેમજ પ્રચારમાં જાહેરનામાં ભંગ કર્યો હતો. પરંતુ પોલીસે મૌન જોતા હતા અને ભંગની એક પણ ફરિયાદ નોંધી નથી. શહેર પોલીસે હવે ફરી એકવાર સરકાર સમક્ષ હાજર થવા માટે બેરોજગાર, વેપારીઓ અને નોકરીઓને દંડ આપવાની કાર્યવાહી શરૂ કરી છે.

Read More