તહેવાર પૂર્વે તેલમાં હરીફાઈ :સિંગતેલ અને કપાસિયા તેલમાં ધરખમ ભાવમાં વધારો ઝીંકાયો,

singtel
singtel

રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ ફરી ઉંચકાયા છે. તહેવારના મહિનાની શરૂઆતમાં લોકોના બજેટમાં સખત અસર પહોંચી છે. એક તરફ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે અને બીજી તરફ ફૂડ ઓઇલના ભાવ હવે આસમાને પહોંચી રહ્યા છે.

Loading...

રાજકોટ દરેક તેલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. ત્યારે તેલીયા રાજા સ્ટોક કરવા લગતા ભાવ આસમાને પહોંચ્યા છે. સાતમા-આઠમના તહેવારોની સામે તેલના ભાવ રૂપિયા 30 થી વધીને 150 રૂપિયા થઈ ગયા છે સીંગતેલ ભાવ 20 દિવસમાં 95 રૂપિયા વધી ગયા છે.ત્યારે કપાસીયા તેલનો ભાવ 20 દિવસમાં 150 રૂપિયા વધી ગયો છે. સિંગતેલનો કેન રૂ .2465 પર પહોંચી ગયો છે અને કપાસિયા તેલનો કેન રૂ .2,400 પર પહોંચી ગયો છે. પામ તેલ, સોરેલ, સૂર્યમુખી, મકાઈ તેલ અને કોપરા તેલની કિંમતોમાં પણ વધારો થયો છે.

Read More