રાજકોટમાં 10 વર્ષથી એક ઓરડીમાં રહેતા ત્રણ ભાઈ-બહેનને સાજા કરવા સેવાભાવી સંસ્થાઓ મેદાને,જરૂર જણાયે ગુનો દાખલ કરીશું

rajkot
rajkot

સેવાભાવિ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે અમે ત્રણેય ભાઇ-બહેનોને સાજા કરીશું આજે અમે ફરીથી તેના ઘરે જઈશું અને સફાઇ કરીશું. અમે તેના કુટુંબને સમજાવશું અથવા ઉપચાર માટે અમને તે સોપીંદે જો પરિવાર માનશે નહિ તો અમે કેસ નોંધીશું અને ત્રણ ભાઈ-બહેનોનો કબજો મેળવીશું. અમે તેના ઘરે જઈશું અને 10 વર્ષ સુધી તેના પિતાએ શું કર્યું તે વિશે પૂછપરછ કરીશું અને સમગ્ર ઇતિહાસ સામે લાવીશું અમે પોલીસ સાથે વાત પણ કરી છે. જો એવું લાગે છે, તો અમે ત્રણેય ભાઈ-બહેનોને સુરતના આશ્રમમાં લઈ જઈશું અને તેમને સાજા કરીશું.

Loading...

છેલ્લા 10 વર્ષથી એલએલબી, બી.કોમ અને ઇકોનોમીમાં બે ભાઇ અને એક બહેન, રાજકોટના કિસનપરા ચોક વિસ્તારમાં શેરી નંબર 8 ના ખૂણા પર આવેલા મકાનના ઓરડામાં દયનીય જીવન જીવી રહ્યા હતા . આ અંગે સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલને જાણ થતા તેઓ રવિવારે બપોરે ટીમ સાથે દોડી ગયા હતા. અને રૂમનો દરવાજો તોડી અને ત્રણેય ભાઇ-બહેનને બહાર કાઢવામાં આવ્યા હતા

Read More