ગુજરાતમાં અત્ર-સર્વત્ર વરસાદ! સૌરાષ્ટ્રમાં ધોધમાર: જૂનાગઢ 4 કલાકમાં 4 ઇંચ વરસાદ

varsad 3
varsad 3

રાજ્યમાં ચોમાસાની શરૂઆત સરેરાશ 15 જૂનથી થાય છે.ત્યારે હવામાનની વિશિષ્ટતાને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસું નબળું રહે છે.ત્યારે ચોમાસુ 15 જૂનને બદલે 20 જૂનની આસપાસ સક્રિય થયું છે. પણ આ વર્ષે ટાઉટ તોફાન બાદ વરસાદ નથી થયો.! પાણીની પહોંચ ધરાવતા ખેડુતોએ અગાઉથી વાવેતર કર્યું હતું, પણ ત્યારબાદ વરસાદ ન થતાં ખેડુતો મૂંઝવણમાં મુકાયા હતા. ત્યારે વાવણી પણ અધૂરી રહી હતી. આજે સવારથી રાજ્યભરમાં વરસાદ પડી રહ્યો હોવાથી આખરે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. મગફળી, કપાસ, સોયાબીન અને બાજરી જેવા પાકને જીવનદાન મળ્યું છે.

મેઘરાજા આજે શહેર અને તાલુકામાં ભારે જમાવટ કરી છે ત્યારે ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. ત્યારે જુનાગઢમાં સવારે 10 વાગ્યાથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે બપોર સુધી અવિરત વરસાદ વરસ્યો હતો. ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતાં જૂનાગઢમાં પાણી ભરાયા હતા.

ધોરાજી તાલુકાના મોટા મરાડ ગામે મેઘરાજાનું સ્વરૂપ જોવા મળ્યું છે.ત્યારે ધોરાજી તાલુકામાં વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. ધોરાજી તાલુકાના મોટી મરાડ ગામે 9 ઇંચ વરસાદ પડતાં ગામના શેરીઓ નદીઓ જેવા લાગે છે. મોટા મરાડ ગામમાં ડેમો તળાવો બધું ભરાઈ ગયું છે. લોકો તેમના જીવના જોખમે વાહનો પસાર કરતા જોવા મળ્યા હતા. મોટા મરાડ ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે.

બપોરે રાજકોટમાં મેઘરાજા ધોધમાર વરસાદ વરસી રહ્યા છે ત્યારે શહેરભરમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે હજી ધીરે ધીરે વરસાદ શરૂ થઈ રહ્યો છે. ધોરાજીમાં સતત બીજા દિવસે મેઘરાજાએ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. 4 કલાકમાં 7 ઇંચ વરસાદથી લોધિકામાં પાણી ભરાયા છે અને નીચાણવાળા વિસ્તારો પાણી ભરાયા છે. મામલતદારે જણાવ્યું હતું કે, લોધીકાથી કોળા પીપળીયા અને લોધિકાથી ચાંદલી ગામ સુધીનો માર્ગ હાલમાં બંધ છે,

Read More