રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી,જાણો ક્યાં દિવસે…..

mavthu
mavthu

કોરોના સંકટ વચ્ચે ગુજરાત પર વાવાઝોડાના ભયનો સામનો કરવો પડી શકે છે.ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14 મેની સવારે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં નીચા દબાણ થશે. જે 16 મેના રોજ વાવાઝોડામાં ફેરવાઈ જશે. જેનો અર્થ ગેકો એટલે કે અવાજ કરતો ગરોળી.મ્યાંમારે આ વાવાઝોડાંને ‘ટાઉટે’ નામ આપ્યું છે.

વાવાઝોડા ‘ટાઉટે’ 19 મેના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકશે તેવી સંભાવના સેવાઈ રહી છે. આ દરમિયાન, વેરાવળ, પોરબંદર, જામનગર, દ્વારકા, કચ્છ અને મોરબી જિલ્લાઓને ચક્રવાતથી અસર થશે. ત્યારે ઉત્તર ગુજરાતના અમદાવાદ અને રાધનપુરથી 35 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

આ વાવાઝોડું ઓમાનના સમુદ્રોને પાર કરશે તેવી અટકળ સાથે તે દક્ષિણ પાકિસ્તાન સુધી વિસ્તરિત થવાની સંભાવના છે. ત્યારે નીચા દબાણનું નિર્માણ થાય તે પછી જ તેની દિશા વિશે કંઇક કહી શકાય. 14 મી નીચા દબાણ પછી લક્ષદ્વીપ, કેરળ, તામિલનાડુ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

Read More