સૌરાષ્ટ્ર વિસ્તારોમાં આગામી ચાર દિવસમાં વરસાદની આગાહી, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધશે

mavthu
mavthu

હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં ઠંડીની આગાહી કરી છે. ત્યારે રાજ્યમાં હાલમાં બેવડી સિઝન ચાલી રહી છે.ત્યારે આ દિવસ અને રાત્રિના તાપમાનમાં લગભગ 10 થી 12 ડિગ્રીનો તફાવત છે. ત્યારે વલસાડ અને નલિયામાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું.સાથે અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તેથી આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ખૂબ જ ઠંડી રહેવાની શક્યતા છે.

Loading...

અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે ગુજરાતને અસર થવાની શક્યતા છે. ત્યારે 10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર સહીત દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે ત્યારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી.

ત્યારે હવામાન વિભાગે જણાવ્યું કે લો પ્રેશરની અસરથી રાજ્યમાં આગામી બે દિવસમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.ત્યારે ઉત્તરપૂર્વીય પવનો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડક દેખાશે. ત્યારે જૂનાગઢ, રાજકોટ, દ્વારકા અને જામનગર સહિત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ખુલ્લામાં પડેલા અનાજને નુકસાન ન થાય તે માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Read More