રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ,ખેડૂતોએ આગોતરૂ વાવેતર કર્યું

varsadrajkot
varsadrajkot

આજે સૌરાષ્ટ્રભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતાં આજે વરસાદની સંભાવના છે. આજે વહેલી સવારે રાજકોટના 150 ફુટ રિંગરોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ મોરબી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.વાવણીલાયક વરસાદ દર વર્ષે 15 જૂન આસપાસ પડે છે. ત્યારે રાજકોટ જિલ્લાના ખેડુતો પણ વાવણી માટે વરસાદ ન હોવાને કારણે ચિંતિત બન્યા છે. પૂર્વ વાવેતર કરાયેલા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. જિલ્લાના અનેક ગામોમાં ખેડૂતોએ અગાઉથી કપાસ અને મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું છે.

હવામાન વિભાગ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે વરસાદ પડ્યો નથી અને લોકો અસહ્ય બફારાથી પરેશાન છે. ત્યારે આજે વહેલી સવારે રાજકોટમાં વાતાવરણ બદલાયું હતું અને આકાશ કાળા ડિબંગ વાદળો જોવા મળ્યા હતા. પછીથી ઝરમર વરસાદ શરૂ થતાં શહેરના કેટલાક ભાગોમાં રસ્તા ભીના થઈ ગયા હતા. વરસાદની સંભાવનાને કારણે ખેડૂતોએ વહેલી વાવણી શરૂ કરી દીધી છે.

ખેડૂતોએ ખાતર અને બિયારણ ઉંચા ભાવને કારણે ખેડુતો મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે હાલમાં મગફળીના 2500 થી 3500 છે. જેની સામે મગફળી તૈયાર કરવામાં આવે તો ખેડુતોને માત્ર 900 થી 1100 નો ભાવ મળે છે. ત્યારે વાવાઝોડાથી ખેડુતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આ સ્થિતિ વચ્ચે વિશ્વને સારા ભાવ મળે તેવી આશાએ વાવેતર કરવામાં આવી રહ્યું છે.

Read More