સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા, ગોંડલ જળબંબાકાર, કોટડાસાંગાણી સહિતના પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો

varsad
varsad

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લામાં આજે સવારથી જ મેઘમહેર થઇ રહી છે.ત્યારે મેઘ મહેર મેઘતાંડવ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ગોંડલના વાસાવડ ગામે મેઘતાંડવ જોવા મળ્યો હતો. ત્યારે 3 ઇંચ વરસાદ પડતા નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ છે. વસાવડી નદી ગાંડીતુર બની છે. ગોંડલમાં દોધ કલાકમાં 4 ઇંચ વરસાદથી પાણી ભરાયા છે. ત્યારે રાજકોટના જસદણમાં વીજળી પડવાના કારણે બે, ગોંડલમાં એક, પંચમહાલ અને દાહોદમાં એક -એક વ્યક્તિના મોત થયા છે.

ગોંડલમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે રસ્તાઓ પર પાણી ભરાયા છે. ગોંડલ, કોટડાસાંગાણી, આટકોટ, જસદણ અને અન્ય જિલ્લાઓમાં સવારથી વરસાદી વાતાવરણ પ્રવર્તે છે. ત્યારે દેરડીકુંભાજી, મેટા ખંભાળિયા, કેશવાલા, મોવિયા, શ્રીનાથગ,, વસાવડ સહિત ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા છે.

ભારે વરસાદને કારણે ગોંડલ શહેરમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે શહેરમાં પાણી ભરાઈ રહ્યું છે. ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રસ્તાઓ પર પાણી નદીની જેમ વહી રહ્યું છે.

રાજકોટમાં વરસાદ એવો છે કે તંત્રને પણ એરપોર્ટ બંધ કરવાની ફરજ પડી છે. રાજકોટથી તમામ ફ્લાઇટ્સ અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. ખરાબ હવામાનને કારણે નબળી વિઝિબિલિટીના કારણે મુંબઈથી રાજકોટ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને અમદાવાદ તરફ વાળવામાં આવી હતી. ભારે વરસાદના કારણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.

Read More