યુવા અધ્યક્ષ દેવાંગ માકડેએ કહ્યું હતું કે, “અમે બધાએ પક્ષ અને કેજરીવાલની વિચારધારા સાથે યુવા રાજકારણને આગળ વધારવા આપ સાથે હાથ મિલાવ્યા.” પણ પાર્ટીમાં યુવાનોનો ઉપયોગ માત્ર રેલીઓ અથવા સભાઓમાં જ થતો.ત્યારે યુવાનોની અવગણના કરવામાં આવતી હતી. યુવાનોની ઉપેક્ષા સંદર્ભે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાને વારંવાર આ અંગે સંપર્ક કરવામાં આવ્યો પણ આ બાબતે નિરાકરણ ન આવતા રાજીનામું આપી દીધું છે.
સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસને માત આપનાર આમ આદમી પાર્ટી ને રાજકોટમાં મોટો ઝટકો લાગ્યો છે. શહેર યુવા પ્રમુખ દેવાંગ ગજ્જર, સેન્ટ્રલ ઝોન પ્રભારી ઇન્દુભા રાવ અને શહેર મહામંત્રી દિવ્યકાંત કાગરાના સહિત આશરે 300 કાર્યકરોના રાજીનામાથી રાજકારણ ગરમાયું છે. રાજીનામા પાછળનું કારણ પાર્ટીમાં યુવાનોની અવગણના હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ગુજરાત પ્રદેશના કેન્દ્રીય સંગઠન મંત્રી અજિત લોખીલે કહ્યું કે અમુક લોકો તેમની મહત્વાકાંક્ષાથી સંતુષ્ટ ન હોવાથી પાર્ટીમાં શરમ અનુભવે છે.ત્યારે આ લોકોનો કાર્યકરોના કોઈપણ પ્રશ્નો સાથે કોઈનથી. ફક્ત તેની પોતાની મહત્વાકાંક્ષા અને સ્વાર્થ છે આમ આદમી પાર્ટીમાં રાજકીય પક્ષ ઓછો છે અને વધારે આંદોલન છે અને આંદોલનને સતત લોકહિત માટે લડવું પડે છે જે આવા લોકોને અનુકૂળ ન હતું. રાજકોટમાં નિ સ્વાર્થ કામ કરી રહેલી આમ આદમી પાર્ટીએ હજારો કાર્યકરોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
Read More
- સી.આર પાટીલે કેવી રીતે કરી 5000 ઈન્જેક્શનની વ્યવસ્થા? વિજય રૂપાણીએ આપ્યો જવાબ
- રાજકારણ : સુરતમાં ખાનગી હોસ્પિટલને આપવા રેમડેસિવિર ઈન્જેક્શન નથી ને ભાજપે 1000 ઈન્જેક્શનનું વિતરણ કરતા લાઈનો લાગી
- હવે તો જાગો : રાજકોટ સિવિલની કોરોના હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી
- શાળામાં છોકરા ભણાવતા શિક્ષકો હવે સ્મશાનોમાં મડદા ગણશે, 24 કલાકની 3 શિફ્ટમાં કામગીરી બજાવશે
- PM કિસાન યોજનાના આગામી હપ્તા માટે આ ડોકયુમેન્ટ તાત્કાલિક જમા કરાવો, નહીં તો પૈસા નહીં આવે