રાજકોટ સિવિલની ઘોર બેદરકારી: છેલ્લા 12 દિવસથી દાખલ થયેલા વૃદ્ધા ગુમ છે, પરિવારને પણ તંત્ર ઉડાઉ જવાબ આપે છે

rajkotcivilmis
rajkotcivilmis

લોકો કોરોનાની સારવાર માટે સિવિલની બહાર લાંબી લગાવીને રાહ જુએ છે અને વહેલી તકે સારવાર શરૂ થાય તે માટે તેમના સ-બંધીઓના વારોની રાહ જુએ છે, પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારબાદ ગુરુવારે એક એવો કિસ્સો સામે આવ્યો જેનાથી અરેરાટી થઈ ગઈ છે. વિજયબેન નામની વૃદ્ધ મહિલાને 13 એપ્રિલના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 12 દિવસ વીતી ગયા હોવા છતાં પણ તેનો કોઈ પત્તો નથી.

વૃદ્ધોની વારંવાર પરીવારના સભ્યો દ્વારા તપાસ કરવામાં આવતી હતી. હોસ્પિટલ તંત્ર સાથે પણ અનેક વખત સંપર્ક કરવામાં આવ્યો છે પરંતુ કોઈ નક્કર જવાબ મળ્યો નથી. આ પ્રકારની ઘટના સિવિલમાં વધી રહી છે અને જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેમના પરિવારના સભ્યો સાથે સંપર્ક પણ કરવામાં આવતો નથી.

Read More