સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર : આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડશે

varsadresque1
varsadresque1

આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે.ત્યારે હવામાન વિભાગે વધુ આગાહી કરી છે કે રાજ્યમાં ખાસ કરીને જામનગર અને રાજકોટમાં વરસાદ પડી શકે છે. ઓછા દબાણના સક્રિય થતા સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે ત્યારે સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

જ્યારે જામનગર અને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ગત રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. મેઘરાજાની તોફાની બેટિંગને પગલે જિલ્લાના 25 માંથી 6 ડેમ ઓવરફ્લો થયા છે, રાજકોટના આજી 2 ડેમના ચાર દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ગત રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજકોટમાં બપોર સુધી 10.5 ઇંચ વરસાદ નોંધાયો છે હાલમાં મેઘરાજાની તોફાની બેટિંગને પગલે, જિલ્લાના 25 માંથી 6 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે, જ્યાં સિઝનનો 45% વરસાદ પડી ગયો છે અને હજુ પણ અવિરત વરસાદ પડી રહ્યો છે. ધોરાજીમાં 7 ઇંચ અને ગોંડલમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે.

ગોંડલમાં અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બન્યો છે જ્યારે ઉમવાલા બ્રિજ અને આશાપુરા બ્રિજ છલકાઈ ગયા છે. જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા આજે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સારા વરસાદને કારણે લોકોને ગરમી અને ગરમ હવામાનમાંથી પણ રાહત મળી રહી છે.

આજે વહેલી સવારે ગોંડલમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ગોંડલનો વેરી ડેમ 9 ઇંચથી ઓવરફ્લો થયો છે ત્યારે ગોંડલ, કેન્ટોલિયા અને વોરા કોટડા ગામના નાગરિકોને નદીના પટમાં ન ફરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. હાલમાં, જળાશયની સપાટી 142.02 મીટર છે અને વેરી ડેમમાં 2093 ક્યુસેક પાણી આવ્યું છે. ગોંડલ બસ સ્ટેશન, કોલેજ ચોક, માંડવી ચોક, કપુરીયા ચોક સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Read More