સામાન્ય લોકોને રાહત : પેટ્રોલ અને ડીઝલ સસ્તા થયા,જાણો કેટલું સસ્તું થયું ?

petrol 2
petrol 2

તેલ કંપનીઓએ આજે ​​સામાન્ય લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત આપી છે. એક દિવસ બાદ આજે દેશમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે. ત્યારે તમને જણાવી દઈએ કે રવિવારે પણ ઓઈલ કંપનીઓએ થોડો કાપ મુક્યો હતો. ત્યારે સોમવારે ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો.ત્યારે આજે પેટ્રોલની કિંમતમાં 15 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. સાથે જ ડીઝલના ભાવમાં 15 પૈસા પ્રતિ લીટરની રાહત મળી છે.

Loading...

ત્યારે તમને જણાવી દઈએ કે રવિવારે બંને ઈંધણની કિંમતોમાં 20 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો હતો.ત્યારે IOCL દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરે છે. તમે માત્ર એક SMS મોકલીને તમારા શહેરની કિંમત જાણી શકો છો.

19 રાજ્યોમાં પેટ્રોલ 100 ની પાર : દેશભરના 19 રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.ત્યારે આ યાદીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ થાય છે. અને આ સિવાય મહાનગરો મુંબઈ, હૈદરાબાદ અને બેંગલોરમાં પેટ્રોલ પહેલાથી જ 100 રૂપિયા પ્રતિ લિટરનો આંકડો પાર કરી ચૂક્યું છે.

Read More