એર ઇન્ડીયાની ઘર વાપસી, TATA ગ્રુપએ આટલા હજાર કરોડમાં જીતી બોલી

airindia
airindia

ટાટા સન્સે એર ઇન્ડિયા ખરીદવા માટે બોલી જીતી છે.ત્યારે હવે સરકારી એરલાઇન એર ઇન્ડિયા ટાટા સન્સની બની ગઇ છે.ત્યારે એર ઇન્ડિયાને ટાટા સન્સમાં પાછા લાવવામાં કુલ 68 વર્ષ લાગ્યા. ત્યાર ટાટા સન્સ ટાટા સન્સને એર ઇન્ડિયા માટે વધુ બોલી લગાવીને એરલાઇન્સ પાછી મેળવી છે.ત્યારે હવે તમારા મનમાં ટાટા અને એર ઈન્ડિયાની આ ડીલને લઈને ઘણા પ્રશ્નો આવ્યા હશે.ત્યારે ટાટાની વિજેતા બોલી કેટલી છે? એર ઇન્ડિયા ક્યારે સંપૂર્ણ રીતે ટાટા વગેરેની માલિકીની બનશે.

ટાટા સન્સે ટાટા સન્સ દ્વારા એર ઇન્ડિયા માટે 18 હજાર કરોડની બોલી લગાવામાં આવી હતી ત્યારે બીજા બિડર સ્પાઇસ જેટના અજય સિંહે 15 હજાર કરોડની બોલી લગાવી હતી. ત્યારે ટાટા સન્સે વધુ બોલી લગાવીને તેને પછી મેળવી છે

એર ઇન્ડિયા ક્યારે સંપૂર્ણ રીતે ટાટાની માલિકીની બનશે? DIPAM ના સચિવ તુહીન કાંતા પાંડેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે આ વ્યવહાર ડિસેમ્બર 2021 ના ​​અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. ત્યારે કહી શકાય કે આ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં ટાટા સંપૂર્ણપણે એર ઇન્ડિયાના માલિક બની જશે.

એર ઇન્ડિયાના કર્મચારીઓએ તેમની નોકરીઓ ચાલુ રહેશે કે નહીં તે અંગે ચિંતિત છે ત્યારે તેથી તેમને ચિંતા કરવાની જરૂર નથી. ઉડ્ડયન સચિવે જણાવ્યું છે કે ટાટાએ એર ઇન્ડિયાના તમામ કર્મચારીઓને એક વર્ષના સમયગાળા માટે જાળવી રાખવા પડશે. ત્યારે તેઓ બીજા વર્ષમાં તેમને VRS ઓફર કરી શકે છે.

ટાટાએ એર ઇન્ડિયા ખરીદ્યા બાદ પણ તેનો લોગો એ જ રહેશે. DIPAM ના સચિવ તુહીન કાંતા પાંડેએ જણાવ્યું છે કે ટાટા પાંચ વર્ષ સુધી એર ઇન્ડિયા બ્રાન્ડ અને લોગો ટ્રાન્સફર કરી શકતા નથી. ત્યારે તેમણે કહ્યું કે તેઓ 5 વર્ષ પછી જ લોગો અને બ્રાન્ડ ટ્રાન્સફર કરી શકશે.ત્યારે તેમને માત્ર ભારતીય વ્યક્તિને જ ટ્રાન્સફર કરવાનું હોય છે.

એર ઇન્ડિયાને ટાટા સન્સમાં પાછા આવવામાં કુલ 68 વર્ષ લાગ્યા. તે વર્ષ 1953 હતું, જ્યારે ભારત સરકારે ટાટા સન્સ પાસેથી એર ઇન્ડિયાની માલિકી ખરીદી હતી. આવી સ્થિતિમાં, એર ઇન્ડિયાને ટાટા ગ્રુપમાં પાછા આવવામાં કુલ 68 વર્ષ લાગ્યા છે.

Read More