ગુજરાતના 36 શહેરોમાં નાઇટ કર્ફ્યુ લાગુ છે. ત્યારે રાત્રે 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યુ લાગુ છે.ત્યારે કોઈપણ જે રાત્રિના કર્ફ્યુ દરમિયાન બહાર જાય છે તો તેને માર્ગદર્શિકા અનુસાર શિક્ષા કરવામાં આવે છે. પણ જો લોકોને કાયદો ભણાવતા પોલીસ કર્મચારીઓ જ તેને તોડે તો શું. સુરતના સિંગનપોર પોલીસ સ્ટેશનના પીઆઇ ઇકો સેલમાં બદલી કરાઈ હતી. તો સુરતના સિંગનપોર વિસ્તારમાં આવેલા કુમકુમ ફાર્મ હાઉસ ખાતે પોલીસ કર્મચારીઓ દ્વારા સિંગનપોર સ્ટાફે ભવ્ય ઉજવણી કરી હતી. નાઇટ કર્ફ્યુમાં આ ભવ્ય ઉજવણીના વીડિયો સામે આવ્યા છે.
પોલીસનું કામ કાયદાનું અમલીકરણ કરાવાનું છે. પણ જો પોલીસ કાયદો ભૂલી જાય અને તેનું ઉલ્લંઘન કરે તો શું . એવું જ કંઈક સુરત પોલીસનો કાયદોના ધજાગરા ઉડતો એક વીડિયો સામે આવ્યો છે. કાયદો તોડનાર બીજું કોઈ નહિ પરંતુ માત્ર સુરત પોલીસ કર્મચારીઓ. સુરતથી એક પીઆઈની ઇકો સેલમાં બદલી કરવામાં આવી છે અને સિંગનપોર પોલીસ સ્ટાફે તેમને નાઇટ કર્ફ્યુમાં પણ ભવ્ય વિદાય આપી છે.
સુરતના એક ફાર્મ હાઉસ ખાતે યોજાયેલા વિદાય સમારંભમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.ત્યારે આ ઘટના ગુજરાત પોલીસ સામે અનેક સવાલો ઉભા કરે છે. સુરત પોલીસ કમિશનરે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે પરંતુ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું.
Read More
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!
- આજે હનુમાજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર…જાણો આજનું રાશિફળ
- ગુજરાત તરફ આવી રહ્યું મોટું વાવાજોડું, આ તારીખથી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે