રૂપાણી સરકારીની ઉડી ઉંઘ : દિલ્હી આંદોલનમાં ગુજરાતના 100 ટ્રેકટરો સાથે ખેડૂતો પરેડમાં જોડાશે

Vijay Rupani mask 1 1

ગુજરાતના ખેડુતો કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનને સમર્થન આપી રહ્યા છે. ત્યારે ગુજરાતના એક હજારથી વધુ ખેડૂતો પણ દિલ્હી બોર્ડર પર ચાલી રહેલ આંદોલનમાં જોડાયા છે. અને આ ઉપરાંત રાજકોટ અને દક્ષિણ ગુજરાતમાં પણ ખેડૂત સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસ અગાઉ રાજકોટ પોલીસે ખેડૂત સંમેલન યોજવા બદલ કેટલાક ખેડૂત નેતાઓની અટકાયત કરી હતી.

Loading...

દિલ્હીની બોડૅર પર ચાલી રહેલ ખેડૂત આંદોલન અને દિલ્હી બોર્ડર ખડૂતો 50 થી વધુ દિવસથી કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યં છે. ખેડુતો કૃષિ કાયદાને રદ કરવાની માંગ પર અડગ છે.અને 26 જાન્યુઆરીએ, જ્યારે દિલ્હીમાં ખેડુતોની રેલી યોજવાનો ખેડૂત સંકલ્પ કરી લીધો છે, ત્યારે ગુજરાતના 100 થી વધુ ટ્રેકટરો દિલ્હીમાં ખેડુતોની રેલીમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે, જેણે સરકાર-પોલીસનું ઉંઘ ઉડી ગઈ છે.

ગુજરાત સોશિયલ ફોરમના નેજા હેઠળ ગુજરાતના ખેડૂત દિલ્હી કિસાન પરેડમાં જશે. ગુજરાત સોશિયલ ફોરમે ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે ચાલી રહેલા આંદોલનને સમર્થન આપ્યું છે. સંગઠનના નેતાઓના જણાવ્યા પ્રમાણે ખેડૂત સિવાય વિવિધ સામાજિક સંસ્થાઓ, માલધારીઓ અન્ય લોકો દિલ્હી જશે.

Read More