સાળંગપુર કષ્ટભંજનદેવને 31 લાખના ખર્ચે તૈયાર કરાયા 1 લાખ 8 હજાર ડાયમંડના વાઘા, 15 કિલો વજન,

hanumaji
hanumaji

આજે દિવાળી નિમિત્તે એટલે કે કાળી ચૌદશના દિવસે સાળંગપુર કષ્ટભંજન દેવને 1 લાખ 8 હજાર ઉપરાંત હીરા જડિત વાઘાથી શણગારવામાં આવ્યા છે. હનુમાનજીને જે વાઘા પહેરાવવામાં આવ્યા છે તેનું વજન 15 કિલો જેટલું છે. ત્યારે શ્રીકષ્ટભંજનદેવના મુગટમાં 7000 હીરા અને કુંડલમાં 3000 હીરા જડવામાં આવ્યા છે. ત્યારે આ વાઘા મહંત પુરાણી વિષ્ણુપ્રકાશ દાસજી અને રાકેશપ્રકાશ દાસજી સ્વામી તેમજ આચાર્ય રાકેશ પ્રસાદ દ્વારા વડતાલ મંદિરના પ્રમુખ ગાદીપતિ દ્વારા આપવામાં આવ્યા છે.ત્યારે આ સુવર્ણ વાઘાનું સમગ્ર કાર્ય સલંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે.

Loading...

આ વાઘા ખાસ એટલા માટે છે કારણ કે તેમાં 1 લાખ 8 હજારથી વધુ અમેરિકન હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે આ વાઘામાં 200 રિયલ હીરા, 100 ગ્રામ રોડિયમ, 200 રુબી અને 200 નીલમણિ છે.ત્યારે આ વાઘમાં 14 કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વાઘાનું કુલ વજન 15 કિલો જેટલું છે.

હરિપ્રકાશદાસ સ્વામીના જણાવ્યા પ્રમાણે ‘કષ્ટભંજન દેવ હનુમાનજીના આ વાઘામાં 1 લાખ 8 હજારથી વધુ હીરા ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.ત્યારે ભક્તોમાં ભાવ અને કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી અને પૂજારી ડી.કે. સ્વામી પણ આ વાઘા દાદાને અર્પણ કરવા માંગતા હતા. ત્યારે છેલ્લા એક વર્ષથી અમદાવાદ અને કોલકાતામાં આ વાઘા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું

બનાવતા સમયે આ વાઘા દાદા પાસે 10 થી 15 વખત લાવવામાં આવ્યા હતા. ત્યારે તેમાં નાના-મોટા ફેરફારો પણ કરવામાં આવ્યા હતા. એકવાર તે અડધો વાઘા બની ગયા તેને તોડીને નવો વાઘા બનાવવામાં આવ્યો. આમ આ દાદાના ચાંદીના 1 લાખ 8 હજાર હીરા જડિત વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. ‘

આ વાઘમાં મુગટ, કલગી, કુંડલ, ગલબંધ, સુરવાલ, રજવાડી સમૂહ, મોજડી અને કંદોરો પણ સામેલ છે. ત્યારે આ મુગટમાં સાત હજાર હીરા અને ત્રણ હજાર હીરા છે. વાઘામાં 3D વર્ક, બિકાનેરી વેક્સ, પેઇન્ટિંગ વેક્સ, ફિલિગ્રી વર્ક અને એન્ટિક વર્ક છે. વાઘને આકર્ષક બનાવવા માટે 24 જેટલા મોરને મીણના કામથી ડિઝાઇન કરવામાં આવ્યા છે. આકર્ષક ડિઝાઈન બનાવવા માટે વાઘામાં દસથી પંદર વખત ફેરફાર કરવામાં આવ્યા છે.

Read More

Loading...