રાજ્યમાં રવિવારથી ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં ચાર દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે તેવો અંદાજ હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. જેના કારણે ભેજનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે. રવિવારે હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજ્યના ઘણા વિસ્તારોમાં ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રવિવારે આપેલી માહિતી મુજબ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. 24 કલાક બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે. બે દિવસ બાદ ચોમાસું વધુ તીવ્ર બની શકે છે. રાજ્યમાં આજથી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી રાજ્યમાં આજે 26મીએ. , દમણના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અરેલી, ગીરસોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના કેટલાક સ્થળોએ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે કચ્છના કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે.
અભિમન્યુ ચૌહાણે પણ આગાહી કરી હતી કે ચોમાસું વધુ પ્રગતિ માટે સાનુકૂળ રહેશે. અમદાવાદમાં પણ આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. 27મીએ એટલે કે મંગળવારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લા અને દમણ, દાદરા નગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
આગાહી મુજબ, 28મીએ એટલે કે બુધવારે દક્ષિણ ગુજરાત પ્રદેશના નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
Read More
- ખજુરભાઈ લગ્ન બંધનમાં બંધાયા..નીતિન જાનીઅને મીનાક્ષી દવેએ પ્રભૂતામાં પગલાં પાડ્યા
- રાજકોટ જિલ્લામાં ડિસેમ્બરના અંતથી સ્માર્ટ મીટર લગાવવાનું ચાલુ કરશે, મોબાઈલની જેમ હવે લાઈટબિલ પણ થશે રિચાર્જ
- વશિકરણ વેબ સિરીઝ: સસરાએ તેની પુત્રવધૂ અને નોકરાણી સાથે શ-રીર સં-બંધો બાંધ્યા,પરિવાર સાથે જોતા નહિ…નહીં તો
- ‘મારો ભાઈ જ મારો પતિ છે …’, આ મહિલાએ જાહેર કર્યા શ-રીર સબંધો, રસપ્રદ છે સ્ટોરી
- ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં સૌથી મોટો કડાકો, ખેડૂતોને રોવાનો વારો આવ્યો!