તંત્રની ઘોર બેદરકારી: મધ્યાહન ભોજનના ચણા અને દાળ સડી ગયાં

pdschana
pdschana

સસ્તા અનાજનાં દુકાનદારોનાં સૂત્રોએ જણાવ્યું હતું કે કોરોના લોકડાઉનમાં ચણા અને તેલનો જથ્થો શાળાઓને બપોરનાં ભોજન માટે મળે છે તે દુકાનમાં જથ્થો સપ્લાય વગર જ પડી રહ્યો છે.અમુક દુકાનમાં દાળ સડી ગઈ છે. બહુચરાજી ફેર પ્રાઈસ શોપ એસો.ના ડી.એસ.ઓ. ડિસ્ટ્રિક્ટ એસો. તરફથી પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. મામલતદાર કચેરીઓએ પણ સ્ટોકના જથ્થા અંગે અહેવાલ આપ્યો હતો.

આશ્ચર્યજનક વાત એ છે કે ફેર પ્રાઈસ શોપ એસોસિએશનની હોદ્દેદારોએ સ્ટોકમાં ઘટતા જથ્થાનું શું કરવું તે અંગે પૂછપરછ કરવા છતાં, તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવતા બાળકોના ભોજનનો જથ્થો હજી બગડતો જાય છે. આ મામલે જિલ્લા પુરવઠા અધિકારી કૃપાલીબેન મિસ્ત્રીનો સંપર્ક કરવામાં આવ્યો પણ સંપર્ક ન થયો .

તેમ છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પણ કેટલીક દુકાનોમાં દાળ અને ચણા ખરાબ થયા છે. લંચ માટેનો જથ્થો પીડીએસમાં આવતો નથી તેથી દુકાનદારો તેનો બીજે ક્યાંય વપરાશ કરી શકતા નથી. કમિશનર કચેરીએ અહેવાલ આપ્યો છે કે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીએ ઘટતા સ્ટોક વિશે પૂછપરછ કરી અને વધુ જવાબો મળ્યા હતા.

Read More