દેશની અગ્રણી વાહન નિર્માતા ટાટા મોટર્સે તેની નવી એસયુવી સફારી રજૂ કરી છે.ત્યારે કંપનીએ જણાવ્યું છે કે તેનું બુકિંગ આવતા મહિનાથી શરૂ થવાનું છે.વધુમાં કંપનીએ કહ્યું કે નવી સફારી D 8 પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છ અને જેનો ઉપયોગ લેન્ડ રોવરમાં કરવામાં આવે છે.ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે તેની લોકપ્રિય એવી એસયુવી સફારીની નવી એડિશન લોન્ચ કરી છે. કંપનીનું કહેવું છે કે આ એસયુવી સફારી જે બે દાયકાથી વધુ સમયથી બજારમાં લોકપ્રિય છે, તેના નવા અવતારમાં તેનો મજબૂત વારસો આગળ વધારશે.
રિપોર્ટ પ્રમાણે નવી ટાટા સફારીની કિંમત અંદાજે 18 લાખ રૂપિયા આસપાસ છે. નવી સફારીના પહેલા યુનિટ બહાર આપવા માટે ટાટા મોટર્સે તાજેતરમાં પૂના પ્લાન્ટ ખાતે એક સમારોહનું આયોજન કર્યું હતું. ત્યારે ટાટા સફારીને ગ્રેવીટસ નામથી ઓટો એક્સ્પો 2020 માં રજૂ કરવામાં આવી હતી.અને ટાટા હેરિયરનું 7 સીટર અપડેટ કરેલું વર્જન છે.
ટાટા મોટર્સના પૂના ખાતે આવેલ પ્લાન્ટમાં બનાવવામાં આવી છે સફારી ટાટા મોટર્સની 2.0 ડિઝાઇન પર આધારિત છે. આમાં ગ્રાહકોને OMEGARC પ્લેટફોર્મ મળશે. નઅને વી ટાટા સફારી 6 થી 7 લોકો બેસી શકે છે. ટાટા સફારી XE, XM, XT, XT +, XZ અને XZ + trims માં ઉપલબ્ધ હશે.કંપનીએ વધુમાં જણાવ્યું કે આ પ્લેટફોર્મ તેને ઇલેક્ટ્રિક સ્વરૂપ આપવા અથવા ભવિષ્યમાં ઓલ-વ્હીલ ડ્રાઇવ સંસ્કરણમાં લોંચ કરવાની મંજૂરી આપે છે.અને કંપનીનું બીજું સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ (એસયુવી) હેરિયર પણ આ ડી 8 પ્લેટફોર્મ પર આધારિત છે.
Read More
- સી.આર પાટીલે કેવી રીતે કરી 5000 ઈન્જેક્શનની વ્યવસ્થા? વિજય રૂપાણીએ આપ્યો જવાબ
- રાજકારણ : સુરતમાં ખાનગી હોસ્પિટલને આપવા રેમડેસિવિર ઈન્જેક્શન નથી ને ભાજપે 1000 ઈન્જેક્શનનું વિતરણ કરતા લાઈનો લાગી
- હવે તો જાગો : રાજકોટ સિવિલની કોરોના હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી
- શાળામાં છોકરા ભણાવતા શિક્ષકો હવે સ્મશાનોમાં મડદા ગણશે, 24 કલાકની 3 શિફ્ટમાં કામગીરી બજાવશે
- PM કિસાન યોજનાના આગામી હપ્તા માટે આ ડોકયુમેન્ટ તાત્કાલિક જમા કરાવો, નહીં તો પૈસા નહીં આવે