મોટા સમાચાર – તમારા પગારમાં ફેરફાર નહીં થાય,નવો વેતન કોડ 1 એપ્રિલથી લાગુ થશે નહીં

salery
salery

નવો વેતન કોડ: નવો વેતન કોડ 1 એપ્રિલથી લાગુ થશે નહીં. મતલબ કે તમારું પગારનું માળખું બદલાશે નહીં. ત્યારે થોડા સમયપહેલા સતત ચર્ચા કરવામાં આવતી હતી કે નવો વેજ કોડ 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. ત્યારે તમારી સંપૂર્ણ પગારની રચનામાં સુધારો કરવામાં આવશે. કેન્દ્ર સરકારે નવા વેજ કોડનો અમલ નહીં કરવાનો નિર્ણય લીધો છે. ભારતમાં, પગાર પર કામ કરતા મોટાભાગના લોકોના પગારનું માળખું આને કારણે બદલાઈ શકે છે, જે હવે નહીં બદલાય

ઈપીએફઓ બોર્ડના સભ્ય અને ભારતીય મજૂર સંઘના મહામંત્રી વિરજેશ ઉપાધ્યાયે એક ન્યૂઝને જણાવ્યું કે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી નવો નિર્ણય લાગુ થતો નથી. આ 1 એપ્રિલથી તેનો અમલ કરવો મુશ્કેલ છે. કારણ કે, સરકારે હાલમાં આ અંગે કોઈ જાહેરનામું બહાર પાડ્યું નથી. ત્યારે ઉપાધ્યાયના કહેવા મુજબ, મુલતવી રાખવાનો અર્થ એ નથી કે સરકાર તેનો અમલ કરશે નહીં. તેનો અમલ થોડા મહિના પછી થઈ શકે છે.

ટેક્સ સ્પેનર સ્થાપક સુધીર કૌશિક માને છે કે નવા વેતન કોડ મુલતવી રાખવાનો નિર્ણય સાચો છે. કેમ કે હજી આ માટે કોઈ તૈયાર નથી સિસ્ટમમાં અનેક પ્રકારનાં પરિવર્તન થવાના છે. કંપનીઓએ પણ તેમના સોફ્ટવેરમાં ફેરફાર કરવો પડશે. તેથી, આટલી ઝડપથી ડિજિટલી ફેરફાર કરવો શક્ય નથી. સરકારી વિભાગોને કંપનીના અધિકારીઓ પણ આ માટે તૈયાર નથી. દરેક પર જે દબાણ છે તે જોતા, તે હાલમાં અમલમાં નથી.

Read More