ચીને 90 દિવસ માટે 3 અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલ્યા, સ્પેસ સ્ટેશનનું કામ પૂરું કરશે

chinayan
chinayan

ચીને અત્યાર સુધીના સૌથી લાંબા ક્રૂ મિશન માટે પહેલીવાર અવકાશયાત્રીઓને ગુરુવારે નવા અવકાશ મથક માટે મોકલ્યા છે. બેઇજિંગને મુખ્ય અવકાશ શક્તિ તરીકે સ્થાપિત કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ત્યારે ત્રણેય મુસાફરો લોન્ગ માર્ચ -૨ એફ રોકેટ પર ટિયાંગગ સ્ટેશન તરફ રવાના થયા હતા, જ્યાં તેઓ ત્રણ મહિના રોકાશે. તેનું સ્ટેટ ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

આ યાન લોંગ માર્ચ -2 એફ રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ત્રણે મુસાફરો નિએ હેશેંગ, લિયુ બોમિંગ અને તાંગ હોંગબો છે. ત્યારે સ્પેસ સ્ટેશનના નિર્માણ દરમિયાન અવકાશયાત્રીઓને લઈ જવાનું આ પહેલું ચિની મિશન છે. આગામી વર્ષ સુધીમાં ચીની સ્પેસ સ્ટેશન તૈયાર થઈ શકે છે.

આ સ્પેસ સ્ટેશન આકાશથી ચીન વિશ્વ પર નજર રાખશે અને જુના આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સાથે સ્પર્ધા કરશે. આઇએસએસ એ નાસા (યુએસએ), રોસકોસ્મોસ (રશિયા), જેએક્સએ (જાપાન), ઇએસએ (યુરોપ) અને સીએસએ (કેનેડા) નો પ્રોજેક્ટ છે.

પ્રસારણકર્તાના સીસીટીવીમાં અવકાશયાનનું એક આંતરિક દ્રશ્ય દર્શાવવામાં આવ્યું હતું જેમાં અવકાશયાત્રીઓ પોતાનું હેલ્મેટ ઉપાડીને કેમેરા તરફ જોતા નજરે પડે છે. ત્યારે સ્પેસ ક્રાફ્ટની બહાર સ્થાપિત કેમેરામાં પૃથ્વીની જીવંત છબી બતાવવામાં આવી હતી. જિયુકુઆન સેટેલાઇટ સેન્ટરના ડિરેક્ટર ઝાંગ ઝીફેને જણાવ્યું હતું કે, “બેઇજિંગ એરોસ્પેસ કંટ્રોલ સેન્ટરના અહેવાલો અનુસાર લોંગ માર્ચ 2 એફ રોકેટ શેનઝો -12 અવકાશયાનને ભ્રમણકક્ષામાં મોકલ્યો છે

Read More