…તો નીતીન પટેલને નહીં મળે કેબિનેટમાં સ્થાન : હાલના અમુક પ્રધાનો ઘરભેગા થશે, આ યુવા નેતાઓને લાગી લોટરી

nitin patel
nitin patel

ગુજરાતના નવનિયુક્ત થયેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળ્યા બાદ કેન્દ્રીય નિરીક્ષકો અને પ્રદેશના ટોચના નેતાઓ નવા મંત્રીમંડળની રચનામાં વ્યસ્ત બન્યા છે.ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં હાલના સરકારના કયા સભ્યોને પડતા મુકવા જોઈએ અને કયા નવા ચહેરાઓને સ્થાન આપવું જોઈએ તેનીચર્ચા થઈ ગઈ છે. ત્યારે કેબિનેટ સભ્યોનો શપથગ્રહણ સમારોહ પણ 16 સપ્ટેમ્બરે યોજાશે, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષે ગુજરાતના નવા મંત્રીમંડળની રચનામાં ચાવીરૂપ ભૂમિકા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં યુવાનો અને મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ મળી શકે છે. સાથે રૂપાણી સરકારમાં ફરજ બજાવતા માત્ર 40 ટકા મંત્રીઓને જ ફરીથી કામ કરવાની તક મળશે ત્યારે બાકીના 60 ટકાને પડતા મૂકવામાં આવે તેવી શક્યતા છે. આમ, 60% નવા ચહેરાઓ સાથે આ વખતે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું કદ 23 થી વધીને 27 થઈ જશે.

પ્રધાનમંડળમાંથી કોની થઇ શકે બાદબાકી ?

નીતિન પટેલ , વિભાવરીબેન દવે,રમણ પાટકર,બચુભાઇ ખાબડ,કિશોર કાનાણી,વાસણભાઇ આહિર,ઇશ્વર પરમાર,પુરૂષોત્તમ સોલંકી,સૌરભ પટેલ,કૌશિક પટેલ,ધર્મેન્દ્રસિંહ જાડેજા,ભુપેન્દ્રસિંહ ચુડાસમા

પ્રધાનમંડળમાં કોને મળી શકે સ્થાન ?

સંભવિતોની યાદી

પ્રદીપસિંહ જાડેજા,રાકેશ શાહ,કીર્તિસિંહ વાઘેલા,નીમાબેન આચાર્ય,આત્મારામ પરમાર,દિલીપ ઠાકોર,કિરીટસિંહ રાણા,જયેશ રાદડિયા,શશીકાંત પંડ્યા,આર.સી. ફળદુ,રાજેન્દ્ર ત્રિવેદી,ગણપત વસાવા,કુંવરજી બાવળિયા,જવાહર ચાવડા,ૠષિકેશ પટેલ,બ્રિજેશ મેરજા,જયદ્રથસિંહ પરમાર,જીતુ ચૌધરી,મોહન ઢોડીયા,ગજેન્દ્રસિંહ પરમાર,અજમલજી ઠાકોર,અરવિંદ રાણા

સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ઘણા નવા ચહેરા અને પ્રયોગો હશે. ત્યારે હાલમાં કેબિનેટમાં માત્ર એક મહિલા ધારાસભ્ય છે, જ્યારે આ પદ પર બેથી ત્રણ મહિલા મંત્રીઓ હોઈ શકે છે. ભાજપ સરકાર સામે સત્તા વિરોધી પરિબળ છે, તેને કાબૂમાં લેવા માટે જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટાભાગના ચહેરા નવા હશે અને કેટલાક પ્રથમ ટર્મમાં મંત્રી બનશે. વધુમાં, જાતિ અને પ્રદેશનું સંતુલન કુદરતી રીતે જળવાશે.

Read More