ચોટીલા દર્શન કરીને આવતા ઈકો કાર સળગી અને એક જ પરિવારના 7 લોકો જીવતા ભૂંજાયા

aksmat
aksmat

સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પર આજે એક અકસ્માત બાદ ઇકો કારમાં આગ લાગતાં સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં. . ઇકો કાર આગળ જતા ડમ્પરની પાછળ ઘૂસી જતા કારમાં સ્પાર્ક થતાં આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો કારમાંથી બહાર નીકળી ન શક્યા અને કારમાં સવાર ડ્રાઇવર સહિતના તમામ લોકોના મોત નીપજ્યાં હતાં. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતની તપાસ કરી રહી છે.

Loading...

પ્રાપ્ત માહિતી અનુસાર, પરત આવતા મુલાકાતીને વહેલી સવારે અકસ્માત થયો હતો. સુરેન્દ્રનગરના પાટડીના ખેરવા ગામ નજીક અનેક અકસ્માતો બન્યા છે. ડમ્પર અને કાર વચ્ચે થયેલા દુર્ઘટનામાં એક કારને આગ લાગી હતી, જેમાં સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં. અકસ્માત બાદ ડમ્પર ચાલકે ડમ્પર મૂકીને નાસી છૂટયો હતો.

Read More