ગોંડલના કલોલા પરિવારના મોટા અને નાનાભાઈએ એકસાથે અનંતની વાટ પકડી,અડધો કલાકના અંતરે બને ભાઈનું નિધન

gdlcoronas
gdlcoronas

કોરોના સંક્રમણ લાગતા ગોંડલના કલોલા પરિવારના મોટા અને નાના ભાઈનું મોત અડધા કલાકની અંતરે થયું હતું. શહેરના ગુંદાળા રોડ પર ડેકોરા સિટીમાં રહેતા ભગવાનજીભાઇ કાનજીભાઇ કલોલાનું ગત રાત્રે 9.30 વાગ્યે કોરોનાથી મોત થયું હતું. કુદરતની કરુણતા એ હતી કે ભગવાનજીભાઇના નાનાભાઇ ચંદુભાઇ છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમણને કારણે વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા હતા. ભગવાનજીભાઇના નિધન અંગે તેમને જાણ કરવામાં આવી ન હતી, પરંતુ રાત્રે 10 વાગ્યે ચંદુભાઈએ મોટાભાઈની સાથે સાથે અનંતની વાટ પકડતા કલોલા પરીવાર પર આભ તૂટી જવા પામ્યું છે.

આ બનાવ અંગે ભગવાનજીભાઇના પુત્ર સતિષભાઇ કલોલાએ જણાવ્યું હતું કે, ચંદુભાઇ કલોલા દેવળા ખાતે ડેમ પર પીજીવીસીએલમાં ફરજ બજાવતા હતા. 2 એપ્રિલે રસી લીધા પછી 8 મી એપ્રિલે કોરોનાએ સકારાત્મક પરીક્ષણ કર્યું હતું. ગોંડલ સિવિલ હોસ્પિટલ, જામનગર સિવિલ હોસ્પિટલ છતાં તબિયત સુધરતી ન હોવાથી સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાય હતા ભગવાનજીભાઇને ગત સપ્તાહે રાજકોટની બીજી ખાનગી હોસ્પિટલમાં કોરોના ચેપની સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર કારગત ન થતા રાત્રે 9.30 વાગ્યે તેનું મોત નીપજ્યું હતું.

Read More