Maruti Suzuki Swift Dzireનું ઇલેક્ટ્રિક વર્ઝન બજારમાં ધમાલ મચાવશે, એક જ ચાર્જમાં આટલા કિલોમીટર ચાલશે

maruti swift ev
maruti swift ev

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચતા સીએનજી અને ઇલેક્ટ્રિક કારની માંગ વધી છે. ત્યારે આવી સ્થિતિમાં હવે લગભગ તમામ કંપનીઓ ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટને તરફ વળી છે. ત્યારે ભારતમાં કાર વપરાશકર્તાઓ પાસે હાલમાં ઇલેક્ટ્રિક કાર માટે મર્યાદિત વિકલ્પો છે જે થોડી મોંઘી પણ છે. ત્યારે આવી સ્થિતિમાં, લોકો પાસે હવે કસ્ટમાઇઝેશનનો વિકલ્પ છે આ હાલમાં માત્ર મારુતિ ડિઝાયર અને ટાટા એસ યુઝર્સ માટે છે. નોર્થવે મોટરસ્પોર્ટનો દાવો છે કે તમે તેને કોઈપણ કારને અસર કર્યા વિના તમારી કારમાં ઇન્સ્ટોલ કરી શકો છો અને તે પણ સારી રીતે કામ કરશે.

ભારતમાં સૌથી વધુ લોકપ્રિય વાહન મારુતિ સુઝુકી ટૂંક સમયમાં ભારતીય બજારમાં તેની સૌથી લોકપ્રિય કાર સ્વિફ્ટ ડિઝાયરનું ઇલેક્ટ્રિક વેરિએન્ટ લોન્ચ કરવા જઈ રહી છે.ત્યારે જાણીએ આ કારના ફીચર્સ અને ફર્સ્ટ લુક વિશે …મારુતિ સુઝુકીના માલિક હેમાંક દાભાડેએ જણાવ્યું હતું કે સ્વિફ્ટના ઇલેક્ટ્રિક વેરિએન્ટમાં આ રીતે ફેરફાર કરવામાં આવ્યા છે જે કારની પાવર અને ડ્રાઇવિંગ સ્ટાઇલને અસર કરશે નહીં. ત્યારે આ કારમાં, તમને પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં જેટલી શક્તિ અને અનુભવ મળશે તેટલો જ મળશે.

ઇલેક્ટ્રિક વાહનો પર રિસર્ચ કરતી કંપની નોર્થવે મોટરસ્પોર્ટ કારના નવા વેરિએન્ટ પર કામ કરી રહી છે. ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે સ્વિફ્ટને ઇલેક્ટ્રિક કારમાં રૂપાંતરિત કરવામાં આવશે, ત્યારે તેના બાહ્ય અને આંતરિક ભાગમાં કોઈ નોંધપાત્ર ફેરફાર કરવામાં આવશે નહીં.

માત્ર એન્જિન મોટરમાં રૂપાંતરિત : લોકોને તેમની વાત પર વિશ્વાસ કરવા માટે, કંપનીએ એક નાનો વીડિયો પણ બહાર પાડ્યો છે ત્યારે તેમાં જાણવામાં આવ્યું છે કે આ બિન-ઇલેક્ટ્રિક કારને ઇલેક્ટ્રિક કારમાં કેવી રીતે રૂપાંતરિત કરવામાં આવી છે. જો તમે કારને બહારથી જુઓ છો, તો તે લગતી નથી કે તે ઇલેક્ટ્રિક કાર છે.

કાર VCU સિસ્ટમથી સજ્જ હશે : નવા વેરિએન્ટને તૈયાર કરવા માટે કંપનીએ તેમાં એક VCU ઉમેર્યું છે જે કાર સાથે જોડાયલ છે ત્યારે આ કારની હાલની સિસ્ટમ જેમ કે એક્સિલરેશન પેડલ, સ્ટીયરિંગ કંટ્રોલ, એસી સિસ્ટમ વગેરેની મદદથી જઈ શકે છે. ત્યારે તેઓએ તેના ટ્રાન્સમિશનમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તેને પહેલાની જેમ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે રાખવામાં આવ્યો છે.

ફ્યુલ ટાંકીની જગ્યાએ બેટરી લગાવવામાં આવી છે : નોર્થવે મોટરસ્પોર્ટએ ફ્યુઅલ ટેન્કની જગ્યાએ બેટરી લગાવી છે. ત્યારે આ કાર જગ્યાને અસર કરશે નહીં. આ ફેરફારો પછી પણ, કારનું વજન OEM ધોરણ પ્રમાણે સંતુલિત કરવામાં આવ્યું છે. આ સિવાય એન્જિનને બદલે મોટર અને અન્ય કેટલાક જરૂરી ભાગો અને ફ્યુઅલ ટેન્કને બદલે બેટરી પેકને ફિટ કરવાને કારણે તેને પહેલાની જેમ જ બુટ સ્પેસ મળે છે.

8 કલાકનાચાર્જિંગમાં 250 KM ચાલશે

કંપનીના જણાવ્યા પ્રમાણે આ કારમાં 15KW પાવરની મોટર લગાવવામાં આવી છે જે 35KW ની પીક પાવર જનરેટ કરી શકે છે.ત્યારે આ મોટર મહત્તમ 170 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ બધા ફેરફાર બાદ આ કારનું વજન માત્ર 3 કિલો વધ્યું છે. આમાં તમને IP67 રેટિંગ મળશે જે તેને પાણીની સીલિંગથી સુરક્ષિત કરશે. આ કાર 160 kmph ની ટોપ સ્પીડ પર દોડી શકે છે. એસી માટે કંપનીએ તેમાં BLDC મોટરનો ઉપયોગ કર્યો છે. આ કારને ચાર્જ કરવા માટે 15A સોકેટનો ઉપયોગ કરી શકાય છે. કંપનીના જણાવ્યા અનુસાર, તે 8 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જશે અને તેને એક જ ચાર્જમાં 250 કિમીની રેન્જ મળશે.

Read More