કોરોના રસીકરણનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે, આગામી બજેટમાં જાહેર થશે!

coronarasi
coronarasi

કેન્દ્ર સરકાર કોરોનાવાયરસના વધતા જતા સંક્રમને લઈને ચિંતિત છે અને તેને નિયંત્રિત કરવા માટે તમામ બનતા પ્રયાસો કરી રહી છે.ત્યારે આ શ્રેણીમાં રસીકરણનો બધો ખર્ચ ઉઠાવવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અંગે સમજૂતી થઈ ગઈ છે અને બજેટમાં તેની જાહેરાત પણ થઈ શકે છે.

Loading...

કેન્દ્ર સરકારે કોરોના મહામારીથી બચાવવા માટે વેક્સીનના રસીકરણ માટેનો રોડમેપ બનાવ્યો છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર કોરોના રસીકરણ માટે નો બધો ખર્ચ ઉઠાવશે.તેના ઉપરાંત રોડમેપ આગામી બજેટ 2021 માં રજૂ કરી શકે છે. સરકારે આ સંદર્ભમાં સંપૂર્ણ યોજના તૈયાર કરી છે. એસ્ટ્રેજેનિકામાંથી જથ્થામાં રસી લેવાની તૈયારી ચાલુ છે. એક એવો અંદાજ છે કે દેશના નાગરિકને કોરોના રસી ડોઝ આપવા માટે $ 6-7 કરતાં વધુ ખર્ચ થશે.

આ જ કારણ છે કે સરકારે 130 કરોડ લોકોને કોરોના રસી આપવા 500 અબજ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે. આ નાણાકીય વર્ષના અંતે આ બજેટ લાવશે. જે પછી રસી પૂરી પાડવા માટે ભંડોળની અછત રહેશે નહીં.ફેબ્રુઆરીના અંત સુધીમાં રસીકરણ શરૂ કરવાનું લક્ષ્યાંકરસી રસીકરણનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવવાની તૈયારી કરી રહી છે.ત્યારે સામાન્ય બજેટની જાહેરાત કરી થઇ શકે છે. એવું માનવામાં આવે છે કે રસીકરણ ફેબ્રુઆરીના અંતથી પણ શરૂ થઈ શકે છે.

Read More