સારા સમાચાર: ડીઝલ વાહનને CNG માં રૂપાંતરિત કરવાનો છે આ ફાયદો, 20% સુધી થશે બચત

cnggas
cnggas

મોદી સરકારે કૃષિ અને ખેતીમાં વપરાતા ડીઝલ સંચાલિત વાહનોમાં સીએનજીના ઉપયોગને પણ મંજૂરી આપી દીધી છે. ત્યારે તેની જાહેરનામું વર્ષ 2018માં બહાર પાડવામાં આવ્યું હતું. આની સાથે ડીઝલ સંચાલિત વાહનોમાં બાયો સીએનજી અથવા એલએનજીનો ઉપયોગ પણ થઇ શકશે. આ માટે તમારે એન્જિનમાં કેટલાક બદલાવ કરવા પડશે. નિષ્ણાતોના મતે ઇંધણ નું આ મિશ્રણ ઓપરેશનલ ખર્ચમાં 20% જેટલો ઘટાડો કરશે. એટલે કે બળતણ પરના 20 ટકા ખર્ચની બચત થશે.

Loading...

કયા વાહનો ડ્યુઅલ ઇંધણનો ઉપયોગ કરી શકશે :સરકારની સૂચના પ્રમાણે M -1 ગ્રેડના વાહનોમાં ડ્યુઅલ ઇંધણના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે M -1 ગ્રેડ એટલે 9 કે તેથી વધુ નંબરોના વાહનો કરનારા મુસાફરો. ડ્યુઅલ ફ્યુઅલ 60% ડીઝલ અને 40% સીએનજી, બાયો સીએનજી અથવા એલએનજીનો ઉપયોગ કરી શકશે.

ડ્યુઅલ ફ્યુઅલ એન્જિન કેવી રીતે કાર્ય કરે છે : ડ્યુઅલ ફ્યુઅલ એન્જિન એ એવું એન્જિન છે જે ચલાવવા માટે બે ઇંધણનો ઉપયોગ કરે છે. તેમાં ગેસ ઇંધણનો ઉપયોગ મુખ્ય બળતણ તરીકે કરવામાં આવે છે અને ડીઝલ એ પાયલોટ ઇંધણ તરીકે કરવામાં આવે છે. આ એન્જિનોમાં,ગેસ અને હવાનું મિશ્રણ એન્જિન સિલિન્ડરમાં જાય છે.અને આ મિશ્રણ સિલિન્ડરમાં સંકુચિત થાય છે. પછી ડીઝલને ઓછી માત્રામાં ઇન્જેક્ટ કરવામાં આવે છે અને એન્જિન ચાલુ થવાનું શરૂ થાય છે.

સીએનજી ફ્યુઅલથી શું ફાયદો થશે : CNG ગેસ આવાથી આપણા પર્યાવરણને સૌથી વધુ ફાયદો થયો છે. તેનાથી પર્યાવરણીયરૂપે જોખમી પીએમ લેવલ ઓછું થાય છે . સીએનજી ઇંધણના કારણે ઓછામાં ઓછા પ્રદૂષણ થાય છે. ડીઝલ વાહનનો ધુમાડો સૌથી વધુ પ્રદૂષણ પેદા કરે છે. ત્યારે દિલ્હીમાં ડીઝલ વાહનોની સંખ્યા ઘટાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર ડીઝલ અને પેટ્રોલ સંચાલિત વાહનોની સંખ્યા ધીરે ધીરે ઘટાડવાની યોજના બનાવી રહી છે. તે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે.

માર્ગ અને હાઇવે મંત્રાલયે કહ્યું છે કે સૂચના હેઠળ ડ્યુઅલ ફ્યુઅલ વાહનોમાં ટ્રેક્ટર, પાવર ટિલર્સ અને બાંધકામ ઉપકરણોના વાહનોનો સમાવેશ થાય છે. ત્યારે તેઓ મૂળરૂપે બે પ્રકારના બળતણ તરીકે બનાવવામાં આવ્યા છે. આના મુખ્ય ઇંધણ ડીઝલ અને સીએનજી, બાયો સીએનજી વૈકલ્પિક ઇંધણ ઉપયોગ કરવામાં આવે છે. આ સૂચના સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ એક્ટ 1989 ના નિયમ 115 એ અને 115 બીના સુધારા દ્વારા જારી કરવામાં આવ્યા છે. આમાં નવા નિયમો 115 એએ અને 115 બીએનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતીય રેલ્વેમાં ડીઝલ એન્જિન ચલાવવા માટે ડ્યુઅલ ફ્યુઅલનો ઉપયોગ કરવામાં આવ્યું હતું. આમાં પોર્ટ ઈન્જેક્શન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે .ત્યાર પછી, તેનો ઉપયોગ રૂટ પર પ્રાયોગિક રૂપે કરવામાં આવતો છે. આ એન્જિન તૈયાર કરવા માટે જર્મન ઇજનેરોની મદદ લેવામાં આવી હતી.

Loading...

Read More