પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને સરકાર આપી રહી છે સસ્તી લોન , આજે જ લાભ લો

farmer pm 1024x683 1
farmer pm 1024x683 1

મોદી સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને સસ્તા દરે લોન આપી રહી છે.ત્યારે આ લોન આત્મનિર્ભર ભારત યોજના હેઠળ કિસાન ક્રેડિટ કાર્ડ પર મળે છે. જેના કારણે ખેડૂતોને સરળ હપ્તા અને ઓછા વ્યાજ પર લોન મળી રહી છે. ત્યારે તમે પણ પીએમ કિસાનના લાભાર્થી છો, તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો.

આ ડોક્યુમેન્ટની જરૂર પડશે

કિસાન ક્રેડિટ કાર્ડનું ફોર્મ પીએમ કિસાન યોજનાની PMkisan.gov.in વેબસાઇટ પર આપવામાં આવ્યું છે. અને આમાં સ્પષ્ટ જાણવામાં આવ્યું છે કે બેંકો ફક્ત 3 ડોક્યુમેન્ટ લઈને લોન આપી શકે છે. ત્યારે કેસીસી બનાવવા માટે આધારકાર્ડ, પાનકાર્ડ અને ફોટો જરૂરી છે. આ સાથે એક એફિડેવિટ આપવાનું રહેશે જેમાં બાહેંધરી આપવી પડશે કે લોન અન્ય કોઈ બેંકમાંથી લેવામાં આવી નથી.

આ બેંકો કે.સી.સી.આપી રહી છે

કેસીસી કો-ઓપરેટિવ બેંક,ગ્રામીણ બેંક, ભારતની રાષ્ટ્રીય પેમેન્ટ્સ નિગમ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયાઅને ઓદ્યોગિક વિકાસ બેંક ઇન્ડિયા (આઈડીબીઆઈ) આપી રહી છે.

શું છે અરજી પ્રક્રિયા

સૌથી પહેલાતમારે KCC ફોર્મ ડાઉનલોડ કરવા pmkisan.gov.in ની મુલાકાત લેવી પડશે. વેબસાઇટમાં ફોર્મ કોનૅરમાં જમણી બાજુએ ડાઉનલોડ કરો કેકેસી ફોર્મ આપવામાં આવ્યું છે. અહીંથી ફોર્મ લો અને નજીકની બેંકમાં સબમિટ કરો. સરકારે કાર્ડની માન્યતા 5 વર્ષ સુધી રાખી છે.

લોનની રકમ

કેસીસી પર ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન મળે છે.અને આ લોન પરનું વ્યાજ 9 ટકા જેટલું હોય છે,ત્યારે સરકાર કેસીસી પર 2 ટકા સબસિડી આપે છે.અને આ સાથે ખેડૂતને 7 ટકા વ્યાજ દરે કેસીસી પર લોન મળે છે. જો ખેડૂતો સમય પહેલા લોન પરત ચુકવે તો તેમને પણ વ્યાજ પર 3 ટકા સુધીની છૂટ મળે છે. એટલે કે, કુલ વ્યાજ માત્ર 4 ટકા છે.

Read More