આખા ગુજરાતને પાંજરે પુરનારી સરકારે ચૂંટણી છે તે ત્યાં તમામ છુટ આપી!

cm
cm

હાઈકોર્ટની નિદેર્શ પછી મુખ્યમંત્રીએ એક ઉચ્ચ કક્ષાની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે એક ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું, “કોરોના વધી રહ્યો છે.” કુલ કેસનો આશરે 60 ટકા હિસ્સો ચાર મહાનગરોમાંથી આવી રહ્યો છે. ત્યારે અન્ય જિલ્લાઓમાં પણ ધીરે ધીરે કેસ વધી રહ્યા છે. ત્યારે છેલ્લા એક વર્ષથી અમે લોકોના સહકારથી કોરોના સામે લડી રહ્યા છીએ. આજે આખા દેશમાં કોરોના વાતાવરણ જોતાં લાગે છે કે આ કેસ હજી વધશે. પરંતુ આપણે તેનો ડર રાખવાની જરૂર નથી.

30 એપ્રિલ સુધી ગુજરાતમાં તમામ જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે લગ્ન સમારોહ સિવાય સમગ્ર કોઈ જાહેર મેળાવડો યોજવામાં નહિ આવે. જો કોઈ લગ્ન સમારોહ હોય, તો 100 લોકો અન્ય કોઈ પણ કાર્યક્રમમાં 50 થી વધુ લોકો ઉપસ્થિત રહી શકશે નહીં. ત્યારે મોરવા હડફ અને ગાંધીનગરને આ તમામ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે. અહીં નોંધનીય છે કે સરકાર દ્વારા નિયમો હળવા કરવામાં આવ્યા છે કારણ કે બંને મતવિસ્તારમાં ચૂંટણી યોજાઈ રહી છે.

મુખ્યમંત્રીએ તેમની ઘોષણા દરમિયાન સ્પષ્ટ કર્યું કે મોરવા હડફ અને ગાંધીનગરને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે પેટા ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોની નિર્લજ્જતાના કારણે નાગરિકો અને ખાસ કરીને વેપારીઓમાં ભારે નારાજગી ફેલાઇ છે. ચૂંટણીના નામે થયેલા તાયફાઓથી ગુજરાતના નાગરિકોમાં પણ સરકાર અને ચૂંટણી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારના નિર્ણય અંગે નાગરિકોમાં ભારે નારાજગી છે.

Read more