ગોંડલ જેલને “જલસા જેલ” બનાવનાર જેલર આખરે પોલીસના સંકજામાં,નિખિલ દોંગા ગેંગને સુવિધા…

gondal
gondal

મળતી વિગતો અનુસાર પોલીસે નિખિલ દોંગા અને તેના 12 થી વધુ સાથીઓ પર ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. ત્યારે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે ત્યરે ગોંડલ શહેરમાં આવેલા વોરા કોટડા રોડ આવેલ જેલમાં નિખિલ દોંગા ગેંગ માટે સુવિધાઓ પુરી પાડવામાં જેલર ડી કે પરમારનું નામ સામે આવ્યું છે ત્યારથી તેઓ ધાપાકાંડના ડરથી ફરાર હતા

Loading...

ગોંડલના છેલ્લા એક મહિનાથી ફરાર રહેલા જેલર ડી.કે.પરમાર પર ગોંડલ સિટી પોલીસે નિખિલ દોંગા ગેંગ માટે ગોંડલ સબજેલને જલ્સા જેલ બનાવવાનો કેસ કર્યો હતો અને હાલમાં ગુજસિટોક એક્ટ હેઠળ છે. ગોંડલ સીટી પોલીસે શહેરમાંથી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે

Read More