અમરેલી માર્કેટયાર્ડમાં કપાસના 7480 રૂપિયા બોલાયા,ખેડૂતોને ભાવ મળશે !

kapass
kapass

અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસના મહત્તમ ભાવ 7480 રૂપિયારહ્યા,

અમરેલી જિલ્લાના પ્રથમ સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં નવા કપાસનું આગમન આજથી શરૂ થયું છે. ત્યારે ચલાલા પાસેના ધારગણી ગામના ખેડૂત અશ્વિનભાઈ લાલજીભાઈ વેકરીયા આ કપાસની નવી હરાજી માટે અહીંના યાર્ડમાં પોતાનો કપાસ વેચવા માટે લાવ્યા હતા.ત્યારે વેપારીઓ અને ખેડૂતોએ વિધિપૂજન કર્યા બાદ આ સિઝનની પહેલી નવી કપાસની હરાજી શરૂ કરી હતી. ત્યારે છ મણ કપાસનું અહીં આગમન થયું હતું.

અમરેલી જિલ્લામાં કપાસનું વાવેતર ગત વર્ષ કરતા વધારે થયું છે.ત્યારે કેટલાક વિસ્તારોમાં અગાઉથી કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે આજે સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં નવા કપાસનું આગમન થયું હતું. હાલમાં કપાસ રૂ. 2021ના ભાવે 20 કિલોના ભાવ બોલાય હતા.

અત્યાર સુધી ચોમાશુ સારું રહ્યું છે. અમરેલી જિલ્લાનું માર્કેટીંગ યાર્ડ દિવાળી સુધી કપાસથી છલકાઇ જશે.ત્યારે આ વર્ષે અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆત પહેલા જ વાવાઝોડું આવ્યું હતું. ત્યારે પણ ભારે વરસાદ પડ્યો હતો. જે ખેડૂતોને ભૂગર્ભ જળની સગવડ છે તેઓ પણ અગાઉ વાવેતર કરે છે. પરિણામે આવા ખેડૂતોના ખેતરોમાં કપાસનું વાવેતર થયું છે.

રાધારમણ ટ્રેડિંગના ઘનશ્યામભાઈ ધડુક, જે મુરહુતમાં કપાસ ખરીદતા તેમણે 2021 રૂપિયાની બોલી લગાવી કપાસ ખરીદ્યો હતો.ત્યારે યાર્ડના મદદનીશ સચિવ મુકેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું આગામી દિવસોમાં આ બે યાર્ડમાં કપાસના મુર્હુતના સાેદા પડશે.

અમરેલી જિલ્લામાં આ વર્ષે વધુ કપાસનું વાવેતર થયું છે. ત્યારે સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં 3.01 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાંથી 2.25 લાખ હેક્ટર સિંચાઈ વિસ્તાર છે. જ્યારે 76 હજાર હેક્ટર બિન પિયત વિસ્તાર છે.

Read More