દક્ષિણ ગુજરાત પહોંચ્યું ચોમાસું, જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં બેસી જશે, હવામાન વિભાગ

monsoon
monsoon

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધી રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ્સ તેમજ દાદરા-નગર હવેલી વિસ્તારમાં વરસાદ શરૂ થશે.ત્યારે બંગાળની ખાડીમાં નીચા દબાણની સંભાવના વર્તાઈ રહી છે, જે 14 જૂન પછી દક્ષિણ ગુજરાતમાં ચોમાસા પર વધુ અસર કરશે. રાજ્ય સહિતના અન્ય ભાગોમાં ચોમાસા પૂર્વેની પ્રવૃત્તિની શરૂઆત સાથે 20 જૂન પછી ચોમાસું શરૂ થઈ જશે અને રાજ્યમાં જૂનનાં અંતિમ અઠવાડિયા સુધીમાં ચોમાસાની શરૂઆત થશે. તેમજ સામાન્ય વરસાદ નોંધાયા બાદ રાજ્યમાં 12 થી 15 જુલાઇ સુધી સારો વરસાદ થવાની સંભાવના છે.

Loading...

અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરોમાં તાપમાન 38 ડિગ્રી અથવા તેથી વધુ છે. ડીસામાં 39.8 ડિગ્રી, કંડલા બંદરમાં 39.7 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 39.4 ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું છે ત્યારે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે.

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન 98 થી 102 ટકા વરસાદ થવાની સંભાવના છે. ત્યારે વરસાદની ગેરહાજરીને કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકો ગરમી અને બફારો ભોગ બની રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે દિવસ દરમિયાન અમદાવાદમાં ગરમી અને બફારાનો હતો. અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૧.7 ડિગ્રી વધીને 39.0ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા 0.4 ડિગ્રી વધીને 28.4 ડિગ્રી રહ્યું હતું, જેના કારણે શહેરમાં ગરમી અનુભવાઈ હતી

Read More