સૌરાષ્ટ્રમાં ગમે તે ઘડીએ ચોમાસાનું આગમન થશે,પ્રિમોનસુન એક્ટિવીટી શરૂ

varsad 1
varsad 1

કેરળમાં ચોમાસાની શરૂઆત થતાં જ હવામાન બદલવાનું ચાલુ હોવાથી હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં 16 થી 17 જૂન દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે જો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ સક્રિય નહીં થાય તો વરસાદ મોડો થઇ શકે છે. નહીં તો ચોમાસુ નિયત સમયે ગુજરાતમાં આવશે. અને આ ઉપરાંત પ્રિમનસૂન એક્ટિવિટી શરૂ થાય ત્યારે સાંજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તેથી ક્યાંક છૂટાછવાયા વરસાદની સંભાવના છે,

તાપમાનનો પારો હજી પણ 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ત્યારે કાંઠા વિસ્તારમાં તાપમાન ઘટશે, અને બફારાનું પ્રમાણ પણ વધશે. એટલું જ નહીં, દરિયાઈ પવનની સાંજના સમયે દરિયાની ઠંડક અનુભવી શકો છો. શુક્રવારે શહેરમાં મહત્તમ 40.1 ડિગ્રી અને લઘુત્તમ 27.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ત્યારે સવારે ભેજનું પ્રમાણ 68 ટકા અને સાંજે 36 ટકા હતું. રાજકોટ શહેરમાં બપોરનું તાપમાન પણ 37.8 ડિગ્રી નોંધાયું હતું.

Read More