રાજકોટમાં સિલાઈકામ કરતા સાસુ-વહુએ કલેક્ટરને કોરો ચેક આપીને કહ્યું કે, ભરી દ્યો, કલેક્ટરે કહ્યું….

rajkotcolator
rajkotcolator

રાજકોટના આ સાસુ-વહુને ધન્ય છે. મધ્યમવર્ગીય સાસુ વહુની અનોખી કહાની મુશ્કેલ સમયમાં જોવા મળી છે. ત્યારે ભરત વણાટવાનું કામ, સીવણકામ કરીને એકત્રિત કરેલા નાણાંમાંથી જરૂરીયાતમંદ લોકોને ઓક્સિજનની સેવા આપી છે . આશરે 50 થી 60 ઓક્સિજન બોટલ લીધા છે. ઘણા લોકોએ આ સેવા માટે દાન પણ આપ્યું છે. લોકોની સહાય માટે આવેલા વહુ ખુશ્બુબેન આકાશભાઇ દાવડા અને સાસુ નિર્મલાબેન મહેન્દ્રભાઇ દાવડાને કલેકટરે સન્માનિત કર્યા હતા.

રાજકોટમાં રહેતા સાસુ 35 વર્ષથી સીવણ અને ભરતકામ કરે છે.સાથે વહુ 5 વર્ષથી સીવવાનું કામ કરે છે. સાસુ અને વહુએ વર્ષોની તેમની મહેનત દાનમાં આપી છે. સાસુ-વહુએ રાખી ન હતી અને જિલ્લા કલેક્ટરને આપવા ગયા હતા.

સાસુ-સસરાએ જિલ્લા કલેક્ટરને એક કોરો ચેક આપ્યો અને તેને ભરવા કહ્યું. જિલ્લા કલેકટરે ચેક લીધો ન હતો અને સેવા માટે આ રૂપિયા વાપરવા જણાવ્યું હતું. ત્યારે જિલ્લા કલેકટરે સાસુ-વહુના કાર્યની પ્રશંસા કરી અને મહિલાનું સન્માન કર્યું હતું. આ રકમ કરિયાણા અને દવાઓની જરૂરિયાતવાળા લોકો દ્વારા ઉપયોગમાં લેવા જણાવાયું હતું.

Read More