રાજકોટમાં ગોંડલ રોડ આંતરછેદ ઓવરબ્રિજના કારણે શનિવારે બપોરે 12 વાગ્યાથી બંધ છે. ત્યારે કાર અને ભારે વાહનોને જુદા જુદા રસ્તાઓ પર ચાલવાની સૂચના આપવામાં આવી છે અને કલેકટરે આ માટે જાહેરનામું પણ બહાર પાડ્યું છે.
નેશનલ હાઇવે ઓથોરિટીએ ભારે વાહનોને પસાર થતા અટકાવવા માટે કોરાટ ચોક પાસે રિંગ રોડ -2 ના છેડે ગોંડલ હાઇવે પર બેરિકેડ પણ ઉભા કર્યા છે.ત્યારે ગોંડલ તરફથી આવતા ભારે વાહનોને શનિવારે બપોરે 1 વાગ્યાથી પ્રવેશતા રોકવામાં આવ્યા હતા, તેના લીધે રિંગ રોડ -2 પર જામનગર રોડ, માધાપર ચોકડી, મોરબી રોડ ચોકડી અને માલ્યાસણ ચોકડી પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. રીંગ રોડ -2 થી ગોંડલ જવા માંગતા વાહનચાલકોએ રિંગ રોડ -2 ના છેલ્લા પોઇન્ટ પર કોરાટ ચોકથી ડાબે વળીને ખોડિયાર પોલીસ સ્ટેશનથી યુ-ટર્ન લેવો પડે છે.
રાજકોટ જિલ્લા કલેકટરે બે દિવસ પહેલા ગોંડલ તરફથી આવતા વાહનો માટે ગોંડલ રોડ આંતરછેદ બંધ કરવા જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ગોંડલ તરફથી આવતા ભારે વાહનોને રિંગરોડ -2 થી ડાબે વળી જવું પડશે જ્યારે અન્ય વાહનો ખોડિયાર ચોકીથી ડાબે વળવા પડશે.ત્યારે પુનિતનગર. રોડથી 150 ફૂટનો રિંગ રોડ BRTS સુધી જઈ શકશે. જો તમે રિંગરોડ -2 થી ગોંડલ જવા માંગતા હો, તો તમારે પારડી નજીકના ઓવરબ્રિજ નીચે જવું પડશે, પરંતુ આ પુલની height માત્ર 2.8 મીટર છે, તેથી તેના કરતા ઉંચુ વાહન એટલે કે ભારે વાહન ત્યાં ફસાઈ જાય છે અને ટ્રાફિક જામ થાય છે.
Read More
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!
- આજે હનુમાજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર…જાણો આજનું રાશિફળ
- ગુજરાત તરફ આવી રહ્યું મોટું વાવાજોડું, આ તારીખથી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે