CNGની કિંમતમાં તોતિંગ ભાવ વધારો ..5 રૂપિયાના વધારા સાથે એક કિલોનો ભાવ 82.59 પ્રતિ કિલોગ્રામ થયો

cng
cng

નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે મોટો ઝટકો આવ્યો છે. ત્યારે આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં એક સમયે 250 રૂપિયાનો વધારો જીકવામાં આવ્યો છે.ત્યારે સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો આવ્યો નથી. અમદાવાદમાં અદાણી ગેસના સીએનજીના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો આવ્યો છે.આ સાથે અમદાવાદમાં CNGની નવી કિંમત 79.59 રૂપિયા છે. અમદાવાદમાં સીએનજીનો જૂનો ભાવ રૂ.74.59 હતો.

વિવિધ શહેરમાં સીએનજીનો ભાવ (અદાણી ગેસ)

  • વડોદરા: 76.84 પ્રતિ કિલોગ્રામ
  • પોરબંદર: 82.59 પ્રતિ કિલોગ્રામ
  • સુરેન્દ્રનગર: 80.59 પ્રતિ કિલોગ્રામ
  • અમદાવાદ: 79.59 પ્રતિ કિલોગ્રામ
  • નવસારી: 80.59 પ્રતિ કિલોગ્રામ

સરકારી ઓઈલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. ત્યારે આજે દિલ્હી અને મુંબઈ સહિત દેશના વિવિધ શહેરોમાં આજે કિંમતો સ્થિર રહી છે. ગુજરાતમાં પણ આજે ભાવમાં કોઈ વધારો થયો નથી. સરકારી ઓઈલ કંપનીઓએ છેલ્લા 10 દિવસમાં પેટ્રોલના ભાવમાં રૂ. 6.40નો વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 102 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 117 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે

Read More