લાભપાંચમના મૂહુર્તમાં મગફળીના 900થી 1050 અને કપાસના 1155 ભાવ બોલાયા

magfali
magfali

સૌરાષ્ટ્રના રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં લાભ પાંચમ મુર્હત કરવાની વર્ષો જૂની પરંપરા રહી છે. ત્યારે આજે લાભ પાંચમના દિવસે માર્કેટયાર્ડમાં મગફળી અને કપાસની બમ્પર આવક થઇ છે. મગફળીનો ભાવ 900 થી 1050 બોલાવવામાં આવ્યા હતા. જ્યારે કપાસનો ભાવ રૂ .1155 છે.

Loading...

રાજકોટ માર્કેટ યાર્ડમાં 1 લાખ ગુણી મગફળી આવી છે. તેથી હાલમાં મગફળીની આવક બંધ કરી દેવામાં આવી છે. પ્રથમ સોદામાં મગફળીનો ભાવ રૂપિયા 900 થી 1,050 બોલાવવામાં આવ્યો છે. ખુલ્લા બજારમાં મગફળીના સારા ભાવ મળતા ખેડુતો પણ ખુલ્લા બજારમાં વેચવા આવી રહ્યા છે. માર્કેટયાર્ડમાં પણ 2500 મણ કપાસની આવક થઈ છે. સીસીઆઇ દ્વારા આજથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે.

Read More