કોરોનામાં જીવ ગુમાવનારના પરિવારોને 50 હજાર રૂપિયા વળતર મળશે, આ જગ્યાએ કરવી પડશે અરજી

corona
corona

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજુ કરેલા જવાબમાં જણાવ્યું છે કે જે લોકો કોરોનામાં મૃત્યુ થયા છે તેના પરિવારજનોને 50 હજાર રૂપિયા વળતર આપવામાં આવશે. ત્યારે રાજ્ય તેના આપત્તિ રાહત ફંડમાંથી પીડિતોના પરિવારોને વળતરની આ રકમ આપશે.ત્યારે કેન્દ્ર સરકાર હેઠળ કામ કરતી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે NDRF એ આજે ​​સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને મૃત્યુ પર વળતરની રકમ અને પ્રક્રિયા વિશે માહિતી આપી હતી.

સુપ્રીમ કોર્ટનું દબાણ : કેન્દ્રએ જણાવ્યું હતું કે આટલું વળતર આપીને સરકારને મોટું નુકસાન થશે. ત્યારે સુપ્રીમ કોર્ટના દબાણ બાદ આજે NDRF એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50 હજાર રૂપિયા વળતર તરીકે આપવામાં આવશે.

સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં માંગ કરવામાં આવી હતી કે કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે ત્યારે નિયમો પ્રમાણે કુદરતી આફતને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર મળે છે. ત્યારે કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પછી, કેન્દ્ર સરકારે વળતર આપવાનો ઇનકાર કર્યો હતો.

ત્યારે આ નાણાં રાજ્ય સરકારો હેઠળ કાર્યરત SDRF દ્વારા આપવામાં આવશે.ત્યારે પરિવારે જિલ્લાની ડિઝાસ્ટર મેનેજર ઓફિસમાં અરજી કરવાની રહેશે. અને કોરોનાને કારણે મૃત્યુનો પુરાવો એટલે કે તબીબી પ્રમાણપત્ર આપવાનું રહેશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે કોવિડ -19 રોગચાળા દરમિયાન કોરોનાને કારણે મૃત્યુના સંદર્ભમાં વળતરની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે.

Read More