ડિસેમ્બર 2020 માં કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા દ્વારા લેવામાં આવેલી સીએસ ફાઉન્ડેશન પરીક્ષાનું All ઇન્ડિયા પરિણામ 70.22 ટકા આવ્યું છે. જે ગયા વર્ષના 66 ટકા કરતા 22 ટકા વધારે છે.સીએસ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ચેપ્ટરના અધ્યક્ષ અભિષેક છાજેદના જણાવ્યા મુજબ, કોવિડ -19 ના કિસ્સામાં સીએસ ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ વધવા માટે નવો સીએસ કોર્સ તેમજ વિદ્યાર્થીઓનું તેજસ્વી પ્રદર્શન જવાબદાર છે.
જો તમે આયોજન સાથે સખત મહેનત કરો છો, તો તમે સફળ થશો. માત્ર સખત મહેનત કરવાની જરૂર છે. આ તે ગુણો છે જે મેં મારા રિક્ષાચાલક પિતા પાસેથી શીખ્યા છે . તેમણે મને મુશ્કેલીઓ સામે લડવાનું શીખવ્યું છે. આ શબ્દો છે બેહરપુરામાં રહેતા રિક્ષાચાલકની પુત્રી મુસકાન શેખના. સીએસ ફાઉન્ડેશનના પરિણામમાં તેમને પાંચમો ક્રમ મળ્યો છે. ડિસેમ્બર 2020 માં ઇન્સ્ટિટ્યૂટ કંપની સેક્રેટરી ઈન્ડિયા દ્વારા લેવામાં આવેલા સીએસ ફાઉન્ડેશન પ્રોગ્રામની પરીક્ષામાં, અમદાવાદની રૂષા નિમાવતે ઓલ ઈન્ડિયા કક્ષાએ દસમા ક્રમ મેળવ્યો છે.
Read More
- આ રાશિ પર માતાજીના આશીર્વાદ રહેશે, ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ ,જાણો તમારી રાશિની સ્થિતિ…
- સુરતની સૌથી નાની ઉંમરની કોર્પોરેટર બની AAPની પાયલ સાકરિયા, જાણો તેમની પાસે કેટલી સંપત્તિ છે
- Maruti Swift નવા અવતાર સાથે લોન્ચ, પહેલા કરતાં વધુ માઇલેજ સાથે કિંમત રૂ.5.73 લાખ…,
- સરદારનું નામ ભૂંસાયું- મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને હવે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’,
- ‘રાત ગઈ બાત ગઈ’ ચૂંટણી પુરી થતા જ પોલીસે રંગ બદલ્યો,માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસૂલી ચાલુ